________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૯ એક શુદ્ધ આત્માને મૂકીને જ્ઞાનીઓને બીજી વસ્તુ સારી, સારરૂપ રમણીય લાગતી નથી તેથી પરમાર્થને જાણનારાઓનું મન પંચેન્દ્રિયના વિષયોમાં રમતું નથી.
- મિથ્યાત્વ રાગાદિ પરભાવોનો અભાવ થવાથી જ્ઞાનીને સ્વ-સ્વરૂપ યથાર્થપણે સમજાય છે, તેથી શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ એવા એક નિજ શુદ્ધ સહજાભા-નિજ પરમાત્મતત્ત્વ જ સુખરૂપ, સારરૂપ, રુચિકારક, રમણીય કે સુંદર લાગે છે, અને તેથી મને તેમાં જ એકાગ્ર રહે છે. પણ એ જ્ઞાનીઓનું મન ભવ-ભ્રમણનાં કારણ એવા પાંચ-ઇન્દ્રિયના ભોગોમાં રમતું નથી. વિષય-વાસના તો શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો શત્રુ છે. આત્માનાં અખંડ અનંત સુખને જે જાણે છે તે પરમાં જાય જ શું કામ? વિષયવાસનાના અનુરાગી જીવો તો અજ્ઞાની-મિથ્યાત્વી છે; જ્યારે જ્ઞાનીઓ તો વિષયોથી સદાય વિરક્ત જ રહે છે. ૭૭
अप्पा मिल्लिवि णाणमउ चित्ति ण लग्गइ अण्णु। मरगउ जें परियाणियउ, तहुं कच्चे कउ गण्णु।।७८।। आत्मानं मुक्त्वा ज्ञानमयं चित्ते न लगति अन्यत्। मरकतः येन परिज्ञातः तस्य काचेन कुतो गणना।। ७८ ।। જ્ઞાનમયી આત્મા વિના અન્ય રુચે નહિ ચિત્ત;
પ૨ખ્યો મ૨કત તેહને, કાય વિષે શું પ્રીત ? ૭૮
કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાન એવા આત્માને મૂકીને અન્ય વસ્તુ જ્ઞાનીઓના મનમાં રાચતી નથી. જેમણે મરક્તમણિ જાણી લીધો છે તેને કાચથી શું પ્રયોજન? કંઈ પણ નહિ.
મરકતમણિ જેવા ઉત્તમ રત્ન મેળવનારને જેમ કાચના ટુકડાઓ ગમતા નથી, તેમાં પ્રેમ કે રુચિ રહેતી નથી તેમ જ અચિંત્ય ચિંતામણિ એવા નિજ શુદ્ધ આત્મસ્વભાવને જાણનારને સંસારના સર્વ તુચ્છ અસાર બાહ્ય પદાર્થોમાં રુચિ રહેતી નથી. ૭૮
જે રાગ-દ્વેષ કરે છે તે કર્મ બાંધે છે
भुजंतु वि णिय-कम्म-फलु मोहइँ जो जि करेइ। भाउ असुंदरु सुंदरु वि सो पर कम्मु जणेइ।।७९।। भुञ्जानोऽपि निजकर्मफलं मोहेन य एव करोति। भावं असुन्दरं सुन्दरमपि स परं कर्म जनयति।। ७९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com