________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૨
દર્શન તથા જ્ઞાન છે તથા શુદ્ધોપયોગીઓને કર્મ-ક્ષય થાય છે તેથી શુદ્ધોપયોગની જ પ્રધાનતા છે.
ઇન્દ્રિયસુખની અભિલાષાના ત્યાગના બળથી તથા છ કાયના જીવોની હિંસાની નિવૃત્તિના બળથી આત્મા વડે આત્મામાં જે શુદ્ધોપયોગીઓનું સંયમન નિયમન રહેવું થાય છે તે સંયમ છે; અથવા ઉપેક્ષાસંયમ એટલે ત્રણ ગુતિઓમાં ગુસ રહેવું તે અને અપહત સંયમ એટલે પાંચ સમિતિઓનું પાલન કરવું તે; અથવા સરાગસંયમ જે શુભોપયોગરૂપ છે અને વીતરાગ સંયમ જે શુદ્ધોપયોગરૂપ છે તે સર્વ શુદ્ધોપયોગમાં રહેનારા જીવોને થાય છે અથવા સામાયિક છેોપસ્થાપના, પરિાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત આદિ સંયમ પણ શુદ્ધોપયોગીઓને હોય છે.
આત્મા દ્વારા આત્માની આત્મામાં જે પ્રવૃત્તિ છે તે નિશ્ચયશીલ છે. રાગાદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ સહજાત્મભાવની રક્ષા કરવી તે પણ નિશ્ચયશીલ છે. અને દેવાંગના, મનુષ્મિણી, તિર્યંચની તથા કાષ્ઠ-પાષાણના ચિત્રાદિમાં રહેલી અચેતન સ્ત્રી એમ ચાર પ્રકારની સ્ત્રીઓનો ત્યાગ તે વ્યવહાર શીલ છે. આ બન્ને પ્રકારના શીલ શુદ્ધચિત્તવાળા આત્માઓને હોય છે.
સર્વવસ્તુઓની ઇચ્છાનો ત્યાગ કરી શુદ્ધસહજાત્મામાં મગ્ન રહેવું, અથવા કામ ક્રોધાદિ શત્રુઓને આધીન ન થતાં પોતાના શુદ્ધાત્મામાં પ્રતાપરૂપ વિજયરૂપ જિતેન્દ્રિયરૂપે તપવું, રહેવું તે તપ છે, આ તપ પણ શુદ્ધાત્માઓને હોય છે. છદ્મસ્થ અવસ્થામાં સ્વશુદ્ધ સહજાત્માની રુચિરૂપ સમ્યગ્દર્શન છે. અને કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થવાથી તેના ફળભૂત ઇચ્છારહિત વિપરીત અભિનિવેશ-રહિત પરિણામ લક્ષણવાળું ક્ષાયિકદર્શન અથવા કેવલદર્શન પણ શુદ્ધોપયોગવાળા જીવોને હોય છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન અને તેનું ફળ એવું કેવલજ્ઞાન પણ શુદ્ધ-જીવોને થાય છે. પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થવાથી શુદ્ધોપયોગી જીવોનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ નાશ પામે છે. માટે શુદ્ધોપયોગ–પરિણામ અને તે પરિણામોને ધારણ કરવાવાળા પુરુષો સંસારમાં પ્રધાન મનાય છે. શુદ્ધોપયોગમાં જ સંયમાદિ સર્વ સમાય છે. કહ્યું છે કે
सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो चिय सुद्धो णमो तस्स ।।
શુદ્ધોપયોગીને જ મુનિપણું કહ્યું છે, શુદ્ધને જ જ્ઞાન તથા દર્શન છે, શુદ્ધનો મોક્ષ થાય છે, તે શુદ્ધ રાગાદિ રહિત છે માટે તેને નમસ્કાર હો. ૬૭ નિશ્ચયથી પોતાનો શુદ્ધ ભાવ જ ધર્મ છે
भाउ विसुद्धउ अप्पणउ धम्मु भणेविणु लेहु । चउ गइ दुक्खहँ जो धरइ जीउ पडंतउ एहु ।। ६८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com