________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
સમ્યકત્વ રહિત જે આહાર, અભય, ઔષધ તથા જ્ઞાનદાન આદિ આપવામાં આવે છે તેથી જીવને ભોગભૂમિના ભોગ મળે છે. જો સમ્યગ્દર્શન સહિત દાન આપે તો તે દાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. જોકે પ્રથમ અવસ્થામાં તપથી જીવ દેવેન્દ્ર ચક્રવર્તી આદિની વિભૂતિને પામે છે પછી નિર્વિકલ્પ સ્વસવેદન જ્ઞાનમાં લીન થઈ તે મોક્ષ પામે છે. અત્રે શિષ્ય કહે છે કે જો જ્ઞાનથી મોક્ષ થાય તો સાંખ્યમતવાળા પણ જ્ઞાનથી મોક્ષ માને છે તો તેનો આપ શા માટે નિષેધ કરો છો? સમાધાન-જૈન સિદ્ધાંતમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનને સમ્યજ્ઞાન કહેવામાં આવ્યું છે અને તેની સાથે ચારિત્રનો અવિનાભાવી (સમ્યકચારિત્રની સાથે જ્ઞાન હોય) સંબંધ છે. એકાંતે જ્ઞાનથી મોક્ષ નથી, પણ સાથમાં ચારિત્ર છે તથા સમ્યગ્દર્શન પણ છે. સમ્યકત્વ વગર જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાતું નથી. જ્ઞાનદર્શન તથા ચારિત્રની એકતાથી મોક્ષ છે. આ પ્રમાણે જે વીતરાગનું કથન છે તે સર્વથા સત્ય છે. જેમ એક ચૂર્ણમાં અનેક દવાઓ હોવા છતાં વસ્તુ એક કહેવાય છે તેમ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન કહેવાથી જ્ઞાનદર્શન ચારિત્રનો સમાવેશ થઈ જાય છે. સાંખ્યાદિ દર્શનમાં વીતરાગ વિશેષણ નથી તથા ત્રણનું પણ કથન નથી તેથી ત્યાં વિરોધ આવે છે. ૭ર
देउ णिरंजणु इउँ भणइ णाणिं मुक्खु ण भंति। णाण-विहीणा जीवडा चिरु संसारु भमंति।।७३।। देवः निरञ्जनः एवं भणति ज्ञानेन मोक्षो न भ्रान्तिः। ज्ञान-विहीना जीवाः चिरं संसारं भ्रमन्ति।। ७३ ।। દેવ નિરંજન ઈમ કહે, જ્ઞાને મોક્ષ અભ્રાંત;
જ્ઞાન વિહીન જીવો, ચિર ભમતા ભવે નિતાંત. ૭૩
અનંતજ્ઞાનાદિ ગુણ સહિત તથા અઢાર દોષોથી રહિત વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે; એમાં સંદેહ નથી. પરંતુ જ્ઞાનરહિત જીવો લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
વીતરાગ સ્વસંવેદનમાં સમ્યકત્વાદિ ત્રણેય છે તો પણ સમ્યજ્ઞાનની મુખ્યતા છે, કારણ કે ‘વિવક્ષિતો મુરબ્ધ:' અર્થાત જેનું કથન કરવામાં આવે છે તે મુખ્ય અને બીજું ગૌણ હોય છે. તેથી અહીં જ્ઞાનની મુખ્યતા છે છતાં બીજાં પણ ગૌણપણે રહેલા છે. ૭૩
ઉપરોક્ત કથનને દષ્ટાંત આપીને દઢ કરે છે
णाण-विहीणहँ मोक्ख-पउ जीव म कासु वि जोइ। बहुएँ सलिल-विरोलियइँ करु चोप्पडउ पा होइ।।७४।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com