________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
સંકલ્પ-વિકલ્પના તરંગોના સમુદાયથી રહિત ત્રિગુતિથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ-અશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. માટે પ્રથમ અવસ્થામાં વ્રતનો નિષેધ નથી; ત્યાં એકદેશવ્રત છે; અને પૂર્ણ અવસ્થામાં સર્વદેશવ્રત હોય છે. અહીં કોઈ કહે છે કે વ્રત ધારણ કરવાથી શો લાભ? આત્મભાવનાથી મોક્ષ થાય છે તો તે જ ભાવવી જોઈએ. ભરત મહારાજને કયાં વ્રત હતાં? છતાં બે ઘડીમાં કેવલજ્ઞાન પામી મોક્ષે ચાલ્યા ગયા. તેનું સમાધાન કરે છે-ભરત મહારાજાએ જૈન દીક્ષા લીધી હતી, કેશ-લોચ કર્યો હતો અને અહિંસાદિ વ્રતોને આદર્યા હતાં. પછી એક અંતર્મુહૂર્તમાં સમસ્ત વિકલ્પોને રોકીને શુકલધ્યાનમાં તત્પર થઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. રાજ્ય છોડી મુનિ થયા ત્યારે તે કેવલજ્ઞાન પામ્યા. મહાવ્રતને ધારણ કર્યા વિના મોક્ષ થતો નથી. મહાવ્રત ધારણ કરી તે અલ્પકાળમાં કેવલજ્ઞાન પામ્યા તેથી મહાવ્રતની પ્રસિદ્ધિ નથી. તે ભરત મહારાજે પૂર્વભવમાં સંયમની આરાધના કરેલી હતી અર્થાત્ અભ્યાસ વગર કાર્યની સિદ્ધિ થતી નથી. કોઈ અજ્ઞાની એમ માને કે અમે પણ ભારતની સમાન અંતકાલમાં તેમ કરી લઈશું તો તે માનવું યોગ્ય નથી. કોઈ જન્માંધને યદિ સહજમાં નિધાન-લાભ થઈ જાય તો તે કંઈ રાજમાર્ગ નથી એટલે બધા આંધળાઓને એમ નિધાન લાભ થઈ જાય એમ નથી. પર
बंधहँ मोक्खहँ हेउ णिउ जो णवि जाणइ कोइ। सो पर मोहिं करइ जिय पुण्णु वि पाउ वि दोइ।।५३।। बन्धस्य मोक्षस्य हेतुः निजः यः नैव जानाति कश्चित्। य परं मोहेन करोति जीव पुण्यमपि पापमपि द्वे अपि।। ५३।। જે જાણે નહિ બંધ કે, મોક્ષ હેતુ નિજ ભાવ; તે જ મોહથી જીવ કરે, પુણ્ય પાપ દ્રય ભાવ. પ૩
સ્વભાવ-પરિણામ મોક્ષનું કારણ છે અને વિભાવ-પરિણામ બંધનું કારણ છે એમ જે જાણતો નથી તે આત્મા જ પુણ્ય-પાપનો કર્તા થાય, બીજો નહિ.
જે કોઈ જીવ બંધ અને મોક્ષનું કારણ પોતાના વિભાવ તથા સ્વભાવ પરિણામ છે, એમ નથી જાણતો તે જ મોહને લીધે પુષ્ય અને પાપ કર્યા કરે છે.
પોતાના શુદ્ધ સહુજાત્માની અનુભૂતિની રુચિથી વિપરીત એવું મિથ્યાદર્શન છે, શુદ્ધ સહજાત્માના જ્ઞાનથી વિરુદ્ધ મિથ્યાજ્ઞાન છે, અને શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચળતારૂપ સમ્યક્રચારિત્રથી વિપરીત મિથ્યાચારિત્ર છે; આ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર બંધનાં કારણો છે અને ભેદભેદરૂપ રત્નત્રય જ મોક્ષનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com