________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
સાંભળેલા તથા અનુભવેલા એવા વિષયોને ત્રણ જગત તથા ત્રણ કાળમાં મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમોદનાથી તજીને, નિજ શુદ્ધ સહજામસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન થયેલા વીતરાગ પરમાનંદ એક રૂપ સુખ લક્ષણવાળા અમૃત રસના આસ્વાદથી તૃપ્ત થઈને જે વિષયોથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરે છે, તે મુનિ પંચેન્દ્રિયના વિષયોમાં કિંચિત્ માત્ર રાગદ્વેષ કરતા નથી. જે પંચેન્દ્રિયના વિષયસુખથી પાછા હઠીને સ્વ શુદ્ધાત્માના સુખમાં લીન રહે છે તેને જ આ વ્યાખ્યાન શોભે છે. વિષયાસક્ત જીવને આવું બોલવું શોભતું નથી. ૫૦
સમભાવી મુનિને દેહુ પ્રત્યે પણ રાગ-દ્વેષ નથી
देहहँ उप्परि परम-मुणि देसु वि करइ ण राउ। देहहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ।।११।। देहस्य उपरि परम मुनिः द्वेषमपि करोति न रागम्। देहाद् येन विज्ञातः भिन्नः आत्मस्वभावः।। ५१ ।। કરે ન મુનિવર શરીર પર, રાગ-દ્વેષરૂપ ભાવ;
કારણ શરીરથી ભિન્ન નિજ જાણ્યો આત્મસ્વભાવ. ૫૧
પરમ મુનિ મનુષ્યાદિ શરીર ઉપર પણ રાગ-દ્વેષ કરતા નથી, કારણ કે તેઓએ દેથી ભિન્ન પોતાના શુદ્ધ સહજામ સ્વભાવને જાણ્યો છે. તેથી શુભ શરીર ઉપર રાગ અને અશુભ ઉપર દ્વેષ કરતા નથી. પણ એમ ચિંતવે છે કે દેહ તો જડ છે અને આત્મા ચૈતન્યમય છે. જડ અને ચૈતન્યનો વળી સંબંધ કેવો?
ઇન્દ્રિયોના નિમિત્તે જે સુખ થાય છે તે દુ:ખરૂપ જ છે. શ્રી પ્રવચનસાર-શાસ્ત્રમાં કહ્યું છે કે
" सपरं बाघासहियं विच्छिण्णं बन्धकारणं विसमं।
जं इंदियेहिं लद्धं तं सुक्खं दुक्खमेव तहा।।" ઇન્દ્રિયસુખ પરાધીન છે. બાધા સહિત છે, નિરાબાધ નથી, નાશવંત છે. બંધનું કારણ છે, અને વિષય એટલે કર્મ પ્રમાણે વધે-ઘટે છે; આવું જે ઇન્દ્રિયસુખ છે તે વાસ્તવિકપણે દુ:ખ જ છે. ઉપરોક્ત લક્ષણવાળા જોયેલા, સાંભળેલા અને અનુભવેલા દેહજન્ય સુખને ત્રણલોક અને ત્રણકાળમાં મન, વચન, કાયા, કૃત, કારિત તથા અનુમોદનાથી તજીને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી પારમાર્થિક અનાકુળતા લક્ષણવાળા સુખમાં પરિણમેલા એવા પોતાના પરમ આત્મામાં સ્થિત થઈને જે દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com