________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૮
રાગ કરે નહિ કયાંય પણ, જ્ઞાની તજી સમભાવ; તેથી જ પામે જ્ઞાનમય, નિજ સહજાત્મ સ્વભાવ. ૪૭
સ્વપરને જાણનાર જ્ઞાની પુરુષો એક પ્રશમભાવને મૂકીને કોઈ પણ બાહ્યપદાર્થમાં રાગ કરતા નથી જેથી આગામી કાળમાં તેઓ કેવલજ્ઞાનને પામશે તથા તે સમભાવથી જ તેમને આત્મસ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ થશે.
જ્ઞાની પુરુષ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળા સમભાવને તજીને બાહ્યભાવોમાં-પદાર્થોમાં રાગ કરતા નથી. આ સમભાવના અભાવમાં શુદ્ધાત્માનો લાભ થતો નથી. આ સમભાવ જ ભવસાગર તરવાનો મુખ્ય ઉપાય છે. પંચેન્દ્રિયના વિષયોની અભિલાષાથી રહિત એવો વીતરાગ પરમાનંદ સહિત નિર્વિકલ્પ જે પોતાનો ભાવ તે સમભાવ છે. ૪૭
જ્ઞાની અકર્તા છે–
भणइ भणावइ णवि थुणइ दिइ णाणि ण कोइ । सिद्धिहि कारणु भाउ समु जाणंतर पर सोइ ।। ४८ ।। भणति भाणयति नैव स्तौति निन्दति ज्ञानी न कमपि । सिद्धेः कारणं भावं समं जानन् परं ભણે ભણાવે જ્ઞાની ના, સ્તુતિ નિંદા ન નિયમે સિદ્ધિ હેતુ એ, સમતા ભાવ લહેત. ૪૮
तमेव ।। ४८ ।।
કરત;
નિર્વિકલ્પ ધ્યાની પુરુષ કંઈ ભણતો નથી, કોઈને ભણાવતો નથી,
કોઈની સ્તુતિ તથા નિંદા પણ કરતો નથી, પણ મોક્ષનું કારણ એક સમભાવ છે, એમ નિશ્ચયથી જાણીને પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં વિશેષપણે નિશ્ચળ થાય છે. આત્માનો અનુભવ કરતા જ્ઞાની પુરુષ રાગદ્વેષની ક્રિયાઓથી દૂર રહે છે. તેમને શત્રુ-મિત્ર, સુખદુ:ખ સર્વ સમાન છે.
૫૨મોપેક્ષા સંયમની ભાવનારૂપ, વિશુદ્ધ જ્ઞાનદર્શનવાળા પોતાના શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન અને અનુભૂતિ લક્ષણવાળા તથા સાક્ષાત્ સિદ્ધિનું કારણ એવા સમયસારને જાણતા તથા ત્રિગુપ્તિથી ગુપ્ત અવસ્થામાં તેને અનુભવતા ભેદજ્ઞાની પુરુષો બીજા પ્રાણીઓને ભણાવતા નથી, પોતે ભણતા નથી તેમ જ કોઈની પ્રશંસા કે નિંદા કરતા નથી. ૪૮
જ્ઞાની ૫૨૫દાર્થોમાં રાગ-દ્વેષ કરતા નથી
गंथहँ उप्परि परम-मुणि देसु वि करइ ण राउ। गंथहँ जेण वियाणियउ भिण्णउ अप्प - सहाउ।।४९।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com