________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭
ઉપરે સિદ્ધપદમાં જઈને વિરાજે છે. એ કારણથી સમતાભાવી મહાત્મા સ્તુતિને યોગ્ય થાય છે અથવા જેમ લોકમાં કોઈ બુદ્ધિ, ધન વગેરેથી રહિત થતાં ઘેલો ગણાય છે અને નિંદા પામે છે તેમ શબ્દ છલથી તપોધન પણ નિંદા પામે છે પરંતુ તે વિકલ અર્થાત્ શરીરરહિત થઈ ત્રણ લોકના શિખર પર (મોક્ષમાં) વિરાજમાન થાય છે એમ સ્તુતિ જ છે, કારણ કે જે અનંત સિદ્ધ થયા તથા થશે તે શરીરરહિત સહજાન્મસ્વરૂપ થઈને લોકાગ્રે વિરાજે છે. ૪૬
પ્રક્ષેપકને કહે છે
जा णिसि सयलहँ देहियहँ जोग्गिउ तहिं जग्गेइ। जहिं पुणु जग्गइ सयलु जगु सा णिसि मणिवि सुवेइ।।४६-१।। या निशा सकलानां देहिनां योगी तस्यां जागर्ति। यत्र पुनः जागर्ति सकलं जगत् तां निशां मत्वा स्वपिति।।४६-१।। સર્વ પ્રાણીની જે, નિશા, જાગે યોગી ત્યાંહિ;
જ્યાં જગ બધું જાગે, મુનિ, ઊંઘે નિશિ ગણી ત્યાંહિ. ૪૬-૧
જે સર્વ સંસારી પ્રાણીઓની રાત્રિ છે, તેમાં પરમ તપસ્વી એવો યોગી જાગે છે. અને જેમાં સર્વ જીવો જાગે છે તે દશાને યોગી રાત્રિ માનીને સૂઈ રહે છે.
સ્વ શુદ્ધાત્માના જ્ઞાનથી રહિત સર્વ અજ્ઞાની જીવોની, મિથ્યાત્વ રાગાદિ અંધકારથી વ્યાપ્ત જે રાત્રિ છે, તેમાં જ્ઞાની પુરુષો વીતરાગ નિર્વિકલ્પ જ્ઞાનરૂપી રત્નદીપકના પ્રકાશથી મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાળરૂપ અંધકારને દૂર કરીને પોતાના સ્વરૂપમાં અત્યંત સાવધાન થઈ નિરંતર જાગે છે તથા શુદ્ધાત્મજ્ઞાનથી રહિત આ અજ્ઞાનીજનો શુભાશુભ મન, વચન, કાયાના પરિણામરૂપ વ્યાપારમાં-એટલે વિષયકષાયરૂપ અવિદ્યામાં સાવધાન થઈને જાગે છે, ત્રણ ગુતિથી ગુમ એવા જ્ઞાનીઓ તેને રાત્રિ માનીને વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ યોગનિદ્રામાં સૂઈ રહે છે. સારાંશ આ છે કે ધ્યાની મહાત્માઓ સદા આત્મસ્વરૂપમાં લીન રહે છે, જાગતા રહે છે. જ્યારે અજ્ઞાનીઓ સંસારના વ્યવહાર પ્રપંચમાં સદાય મંડ્યા રહેવારૂપ જાગૃત રહી આત્માને જાણવારૂપ પરમાર્થ-કાર્યમાં સદાય ઊંઘે છે, અજાગૃત રહે છે. ૪૬–૧
णाणि मुएप्पिणु भाउ समु कित्थु वि जाइ ण राउ। जेण लहेसइ णाणमउ तेण जि अप्प-सहाउ।। ४७।। ज्ञानी मुक्त्वा भावं शमं क्वापि याति न रागम्। येन लभिष्यति ज्ञानमयं तेन एव आत्म-स्वभावम्।। ४७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com