________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૯ ग्रन्थस्य उपरि परममुनिः द्वेषमपि करोति न रागम्। ग्रन्थाद् येन विज्ञातः भिन्नः आत्म-स्वभावः।। ४९ ।। મુનિવર કરે ન ગ્રન્થ પર, રાગ-દ્વેષરૂપ ભાવ,
કારણ ગ્રન્થથી ભિન્ન નિજ, જાણ્યો આત્મસ્વભાવ. ૪૯
જે મુનિએ પરિગ્રહથી ભિન્ન એવો પોતાનો શુદ્ધ સહજ આત્મસ્વભાવ જાણ્યો છે તે મહાત્મા પરિગ્રહ પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. પણ શુદ્ધ સહુજાત્મ-સ્વભાવમાં રહે છે.
ગ્રંથ એટલે બાહ્ય-અત્યંતર પરિગ્રહ અથવા ગ્રંથ એટલે શાસ્ત્રરચના આદિ, તે ગ્રંથ પ્રત્યે જ્ઞાની રાગ-દ્વેષ કરતા નથી. માત્ર પરિગ્રહને જાણે છે. બાહ્ય અને અભ્યતરના ભેદથી પરિગ્રહ બે પ્રકારે છે. તેમાં બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે. અભ્યતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે.
મિથ્યાત્વ, ત્રણવદ અર્થાત્ સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ક્ષેત્ર, વાસ્તુ (મકાન), હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસી-દાસ, કુષ્ય અને ભાંડ આ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહેવાય છે.
બન્ને પ્રકારના પરિગ્રહને ત્રણ જગત તથા ત્રણ કાલમાં મન, વચન, કાયા, કૃત, કારિત, અનુમોદનાથી તજીને અને શુદ્ધાત્માની પ્રાતિરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને પરપદાર્થોથી પોતાને જે ભિન્ન જાણે છે, તે પરિગ્રહ પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. આવું કથન ગુણવાન નિર્ગસ્થને જ શોભે છે પણ પરિગ્રહવાનને નહિ. ૪૯
विसयहँ उप्परि परममणि देसु वि करइ ण राउ। विसयहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ।।५।। विषयाणां उपरि परममुनिः द्वेषमपि करोति न रागम्। विषयेभ्यः येन विज्ञातः भिन्न आत्म-स्वभावः ।। ५० ।। કરે ન મુનિવર વિષય પર, રાગ-દ્વેષરૂપ ભાવ; કારણ વિષયથી ભિન્ન નિજ જાણ્યો આત્મસ્વભાવ. ૫૦
જેણે પોતાના શુદ્ધ સહજાભસ્વભાવને પાંચ ઇન્દ્રિયોથી ભિન્ન જાણો છે. તે પરમ મુનિ સ્પર્શાદિ વિષયો પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ કે દ્વેષ કરતા નથી.
દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય તથા તે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવા યોગ્ય જોયેલા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com