________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૧
જાણે છે, તે દેહ ઉપર રાગ-દ્વેષ કરતા નથી, અહીં જે સર્વ પ્રકારે દેહની મમતા તજીને દેહ–સુખને અનુભવતા નથી, તેને જ આ વ્યાખ્યાન શોભે છે પરંતુ દેહમાં મમતા રાખનારાઓને નહીં. ૫૧
वित्ति-णिवित्तिहिं परम-मुणि देसु वि करइ ण राउ। बंधहँ हेउ वियाणियउ एयहँ जेय सहाउ ।। ५२ ।। वृत्तिनिवृत्योः परममुनिः द्वेषमपि करोति न रागम्। વન્યસ્ય હેતુ: વિજ્ઞાત: પુતયો: યેન સ્વમાવ:।।૨।। કરે ન વૃત્તિ નિવૃત્તિ ૫૨, રાગ-દ્વેષ મુનિરાય; જાણ્યો સ્વભાવ બેઉનો, બંધ-હેતુ દુ:ખદાય. ૫૨
પરમ મુનિ પ્રવૃત્તિ તથા નિવૃત્તિમાં પણ રાગ-દ્વેષ કરતા નથી, કારણ કે તે મુનિએ એમ જાણ્યું છે કે તે બન્ને બંધનાં કારણ છે.
૫૨મ મુનિ વ્રત તથા અવ્રતમાં રાગ-દ્વેષ પરિણામ કરતા નથી, કારણ કે વ્રત–અવ્રત પરિણામ પુણ્ય-પાપનાં કારણ છે, એમ જાણીને તે મુનિ પોતાના આત્મ-સ્વભાવમાં લીન રહે છે. વ્રત-અવ્રતના વિકલ્પમાં પરિણમતા નથી, એટલે તે પ્રત્યે રાગદ્વેષની પરિણતિ કરતા નથી.
અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે-જો વ્રતધારીને વ્રત ઉપ૨ ૨ાગ ન હોય તો વ્રત ધારણ કરવાનું કામ શું? અને રાગ વગર વ્રત કેવી રીતે ધારણ કરાય તથા પાલન કરાય ? ઉપરના કથનથી તો વ્રતોનો નિષેધ થાય છે. આચાર્યશ્રી ઉત્તર આપે છે કે-વ્રત શબ્દનો અર્થ સમજવો જોઈએ. સર્વ શુભઅશુભ ભાવોની નિવૃત્તિનું નામ વ્રત છે, અથવા હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ તે વ્રત છે, તેથી ‘તત્ત્વાર્થસૂત્ર 'માં કહ્યું છે કે-“હિંસાવૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેમ્યો વિપતિવ્રતમ્ ”।। અન્ય સ્થળે પણ કહ્યું છે:
रागद्वेष प्रवृत्तिः
स्यान्निवृत्तिस्तन्निषेधनम्। तौ च बाह्मार्थसम्बन्धौ तस्मात्तांस्तु परित्यजेत्।।
રાગ-દ્વેષને પ્રવૃત્તિ કહે છે તથા તેઓનો નિષેધ તે નિવૃત્તિ છે, એ બન્ને પોતાનાં નથી, બીજા પદાર્થના સંબંધથી થાય છે, માટે તજવા યોગ્ય છે. અહિંસાદિ વ્રતો પણ વ્યવહારનયની અપેક્ષાએ એદેશવ્રત છે, તેનો ખુલાસો કરે છે. જીવઘાતની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનની નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ, ચોરીની નિવૃત્તિ અને અચૌર્યમાં પ્રવૃત્તિ ઇત્યાદિ એક દેશવ્રત કહેવાય છે. આ વ્રતમાં અશુભ મનવચન-કાયાના વ્યાપારનો ત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરાય છે તેથી તેને એકદેશવ્રત કહે છે. રાગ-દ્વેષરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com