________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
દષ્ટિમાં જગત ઉન્મત્ત છે એમ લાગે છે. કારણકે જ્ઞાનીઓ જગતથી વિમુખ છે અને જગત જ્ઞાનીઓથી વિરુદ્ધ છે. ૪૪
अण्णु वि दोसु हवेइ तसु जो सम-भाउ करेइ। सत्तु वि मिल्लिवि अप्पणउ परहँ णिलीणु हवेइ।।४५।। अन्यः अपि दोषो भवति तस्य यः समभावं करोति। शत्रुमपि मुक्त्वा आत्मीयं परस्य निलीनः भवति।। ४५ ।। અન્ય દોષ પણ ત્યાં બને, જ્યાં સમભાવે લીન; નિજ શત્રુને છોડી દે, પરને બને આધીન. ૪૫
જે માત્માઓ સમભાવને ધારણ કરે છે, તેને એક બીજા દોષ પણ થાય છે, કારણ કે તે પરને આધીન થાય છે અને પોતાના દુશ્મનને છોડી મૂકે છે.
જે મહાત્માઓ ધનધાન્યાદિ પરિગ્રહનો ત્યાગ કરીને પરમ શાંતતાને આદરે છે તેમ જ રાજા તથા રંકમાં સમાનભાવ રાખે છે તેઓ કેવી રીતે દોષના પાત્ર બની શકે ? તે તો સદાય પ્રશંસાપાત્ર છે, તોપણ શબ્દ-યોજનાથી નિંદા વડે આમ સ્તુતિ જ કરે છે, જ્ઞાની અનાદિના શત્રુ એટલે જ્ઞાનાવરણાદિ કર્મોને તજી પરનો એટલે પરમાત્માનો આશ્રય કરે છે તે તો એક પ્રકારનો ગુણ છે, પણ લોકવ્યવહારમાં સ્વાધીન શત્રુને છોડીને પરને આધીન થવું યોગ્ય ગણાતું નથી. તેથી નિંદા થઈ પરંતુ વાસ્તવિક રીતે તો આ નિંદા નથી પણ પ્રશંસા છે.
अण्णु वि दोसु हवेइ तसु जो सम-भाउ करेइ। वियलु हवेविणु इक्कलउ उप्परि जगहँ चडेइ।।४६ ।। अन्यः अपि दोषः भवति तस्य यः समभावं करोति। विकलः भूत्वा एकाकी उपरि जगतः आरोहति।। ४६ ।। વળી સમભાવે સ્થિતને, દોષ અન્ય એ થાય; વિકલ થતાં એકલ અરે, જગમાથે ચઢી જાય. ૪૬
જે તપસ્વી મહામુનિ સમભાવને ધારણ કરે છે તેને બીજો પણ એ દોષ થાય છે, કે તે શરીર અથવા ધનધાન્યાદિથી રહિત થઈને એકલો જગતના શિખરે ચઢે છે, એટલે મોક્ષે જાય છે.
જે તપસ્વી રાગાદિ વિકલ્પ રહિત પરમ ઉપશમરૂપ નિજ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરે છે તે “કલ' શબ્દથી કહેવા યોગ્ય એવા શરીરને તજીને લોકની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com