________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ तत्त्वातत्त्वं मत्वा मनसि ये स्थिताः सम-भावे। ते परं सुखिनः अत्र जगति येषाम् रति आत्म-स्वभावे।। ४३।। શ્રદ્ધી તત્તાતત્ત્વ મન, જે સમભાવે સ્થિત;
તે આ જગતમાં સુખી ખરા, જેની સ્વભાવે પ્રીત. ૪૩
જે કોઈ જ્ઞાની પુરુષ મનમાં તત્ત્વ તથા અતત્ત્વને જાણીને સમભાવમાં સ્થિત થાય છે અને જેની આત્મસ્વરૂપમાં લીનતા છે તે જીવો આ જગતમાં પરમ સુખી છે.
યદ્યપિ આ આત્મા વ્યવહારનયથી અનાદિકાલથી આઠ પ્રકારનાં કર્મોથી બંધાયેલો છે, તોપણ શુદ્ધનિશ્ચયનયથી પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ આદિ બંધોથી રહિત છે. જોકે આત્મા અશુદ્ધનિશ્ચયનયથી પોતાનાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના ફળનો ભોક્તા છે, તોપણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતરસનો ભોક્તા છે. વ્યવહારનયથી કર્મોનો અભાવ થયા પછી મોક્ષ થાય છે, તો પણ શુદ્ધ પારિણામિક પરમભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આત્મા સદા મુક્ત જ છે.
વ્યવહારનયથી જીવ ઇન્દ્રિયજનિત મતિધૃત આદિ જ્ઞાનવાળો તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન આદિ દર્શનવાળો કહેવાય છે તોપણ નિશ્ચયથી સંપૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાન તથા કેવળદર્શન સ્વભાવવાળો આત્મા છે.
વ્યવહારનયથી આત્મા નામકર્મથી પ્રાપ્ત દેહપ્રમાણ છે, તોપણ નિશ્ચયથી લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. વ્યવહારથી આત્મા પ્રદેશોના સંકોચવિસ્તારયુક્ત છે તોપણ સિદ્ધ અવસ્થામાં કંઈક ન્યૂન ચરમ-શરીર (અંતિમ શરીર) પ્રમાણે છે. પર્યાયાર્થિકનયથી આત્મા ઉત્પાદવ્યય તથા ધ્રૌવ્ય સહિત છે તો પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો છે. આ પ્રમાણે પ્રથમ નિજશુદ્ધાત્મદ્રવ્યને યથાર્થપણે જાણી તથા આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ પર પદાર્થોને પણ સમ્યક્ રીતે જાણી મિથ્યાત્વરાગાદિ વિભાવ ભાવોનો ત્યાગ કરી જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થાય છે તે જ ધન્ય છે. શ્રી પૂજ્યપાદાચાર્ય સિદ્ધ ભક્તિમાં કહ્યું છે કે
नाभावः सिद्धिरिष्टा निजगुणहतिस्तत्तपोभिनयुक्तेः; अस्त्यात्मानादि बद्धः स्वकृतजफलभुक् तत्क्षयान्मोक्षभागी। ज्ञातादृष्टा स्वदेहप्रमितिरुपशमाहारविस्तारधर्मा;
ध्रौव्योत्पत्तिव्ययात्मा स्वगुणयुत इतो नान्यथा साध्यसिद्धिः।।
મોક્ષ અભાવારૂપ નથી, તેમ પોતાના ગુણોની હાનિરૂપ પણ નથી, કારણ કે જે લોકો મુક્તિને અભાવરૂપ તથા ગુણોની હાનિરૂપ માને છે તેઓને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com