________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
સમભાવીને જ સમ્યગ્દર્શન જ્ઞાન તથા ચારિત્ર છે
दंसणु णाणु चरित्तु तसु जो सम-भाउ करेइ। इयरहँ एक्कु वि अत्थि णवि जिणवरु एउ भणेइ।। ४०।। दर्शनं ज्ञानं चारित्रं तस्य यः समभावं करोति। इतरस्य एकमपि अस्ति नैव जिनवरः एवं भणति।। ४० ।। દર્શન જ્ઞાન ચરિત્ર તો તેને જે સમસ્થિત;
એ એકે નહિ અવરને, જિનવરદેવ કથિત. ૪૦ જે સમભાવને ધારણ કરે છે તેને દર્શન, જ્ઞાન તથા ચારિત્ર હોય છે, અસમભાવ જીવને એ ત્રણેમાંથી એક પણ નથી, એમ શ્રી જિનવરદેવ કહે છે.
નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એવી રુચિરૂપ સમ્યગ્દર્શન, સમતાવાન જીવોને હોય છે. શુદ્ધ સહુજાત્મસ્વરૂપ પરમાનંદરૂપ છે. તથા કામક્રોધાદિ વિકારો આકુળતા ઉત્પન્ન કરનારા, અત્યંત નીરસ તથા દુઃખદાયક છે એમ જાણવું તે સમ્યજ્ઞાન છે, તે સમ્યજ્ઞાન પણ સમભાવ ધારણ કરનારાઓને હોય છે. અને આત્માની સ્થિરતારૂપ ચારિત્ર પણ સમતાવાન જીવોને હોય છે, અર્થાત્ સમતાધારીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર યથાર્થપણે હોય છે. જેને સમતા નથી તેને આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પણ નથી. ૪૦
जाँ वइ णाणिउ उवसमइ तामइ संजदु होइ। होइ कसायहँ वसि गयउ जीउ असंजदु सोइ।।४१।। यावत ज्ञानी उपशाम्यति तावत संयतो भवति। भवति कषायानां वशे गतः जीवः असंयतः स एव।। ४१ ।।
જ્યાં સુધી જ્ઞાની ઉપશમે, ત્યાં સુધી સંયત એવું; કષાયવશ જ્યાં તે બને, અસંયમી ત્યાં તેહ. ૪૧
જ્યાં સુધી જ્ઞાનવાન આત્મા શાંત (સમ) ભાવને ધારણ કરે છે ત્યાં સુધી સંયમી છે અને જ્યારે ક્રોધાદિ કષાયોને આધીન થાય છે તે સમયે અસંયમી થાય છે.
પોતાના શુદ્ધ સહજ્જાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલો એવો પરમશાંત ભાવ જ આત્મસુખ તથા સંયમનું કારણ છે. જ્યાં સુધી આત્મામાં ક્રોધાદિ કષાયોની મંદતા છે ત્યાં સુધી સંયમ છે પરંતુ વિકારભાવોમાં પરિણમેલો આત્મા અસંયમી બને છે, એમાં લેશમાત્ર પણ શંકા નથી. એક સ્થળે એમ કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com