________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩
अकसायं तु चरित्तं कसायवसगदो असंजदो होदि। उवसमइ जम्हि काले, तक्काले संजदो होदि।।
અકષાયભાવ ચારિત્ર છે અને કષાયને લીધે જીવ અસંયમી થાય છે. માટે જ્યારે કષાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય છે. ૪૧ જેથી મનમાં કષાય છે તે મોહને તું છોડી દે
जेण कसाय हवंति मणि सो जिय मिल्लहि मोहु। મોદ-સાય-વિનિયા પર પાવદિ સમ-વોદુના કરો येन कषाया भवन्ति मनसि तं जीव मुंच मोहम्। मोह-कषाय-विविर्जितः परं प्राप्नोषि समबोधम्।। ४२।। કષાય મન જેથી હુવે, તજ તે મોહ અબોધ;
મોહ, કષાય રહિત બસ, લહે ખરે સમ બોધ. ૪૨
હે જીવ, જેથી મનમાં કષાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે, મોહ અને કષાયનો ત્યાગ કરવાથી તું નિયમથી રાગદ્વેષ રહિત નિર્મળ જ્ઞાનને પામીશ.
મોહ શુદ્ધ સહજાન્મસ્વરૂપથી વિપરીત છે તથા દુ:ખરૂપ છે, માટે હું જીવ તે મોહને તું છોડી દે. મોહના નિમિત્તભૂત પદાર્થોથી ક્રોધાદિ કષાયો ઉત્પન્ન થાય છે અને તેથી આત્માનંદમાં અંતરાય આવે છે, કષાયભાવ જ સંસાર છે. માટે કષાયાદિનો અભાવ થવાથી તેને શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે
तं वत्थु मुत्तव्वं जं पडि उपज्जए कसायग्गी।
तं वत्थु मल्लिएज्जो जत्थुवसम्मो कसायाणं ।।
જે વસ્તુને લઈને કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી જોઈએ. વિષયાદિ સામગ્રી તથા અજ્ઞાની-પાપી આત્માઓનો સંગ, મોહ અને કષાયમાં સહાયક છે, અર્થાત્ દુષ્ટ નિમિત્તોથી આત્મામાં કષાયરૂપી અગ્નિ ઉદ્દભવે છે. માટે એ સર્વનો ત્યાગ આત્માને શ્રેયસ્કર છે. સત્સંગ, સદગુરુ સેવા, શાસ્ત્રવચન આદિ શુભસામગ્રી કષાયોને શાંત કરે છે. સત્સંગ કષાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. ૪૨
આત્મરતિવાળા આત્માઓ જગતમાં સુખી છે
तत्तातत्तु मुणेवि मणि जे थक्का सम-भावि। ते पर सुहिया इत्थु जगि जहँ रइ अप्प सहावि।।४३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com