________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૧ तिष्ठति यावन्तं कालं मुनिः आत्मस्वरूपे निलीनः। संवर-निर्जरां जानीहि त्वं सकलविकल्पविहीनम्।। ३८।। કાળ જેટલો મુનિ રહે, આત્મસ્વરૂપે લીન;
ગણ તે સંવર નિર્જરા, સકળ વિકલ્પ વિહીન. ૩૮
જ્યાં સુધી મુનિ આત્મસ્વરૂપમાં લીન રહે છે, અર્થાત્ વીતરાગ નિત્ય આનંદમય એક પરમ સમરસી ભાવરૂપે પરિણમેલા રહે છે, ત્યાં સુધી સર્વ વિકલ્પથી રહિત તે મુનિને તું સંવર અને નિર્જરાસ્વરૂપ જાણ. શુદ્ધોપયોગમાં પરિણમેલા મુનિ સાક્ષાત્ સંવર તથા નિર્જરાસ્વરૂપ છે.
શુદ્ધોપયોગ નિર્જરા અને સંવરનું મુખ્ય કારણ છે. જે મુનિઓ શુદ્ધોપયોગમાં લીન છે તે અભેદનયની અપેક્ષાએ પોતે જ સંવર નિર્જરારૂપ છે. ૩૮
कम्मु पुरक्किउ सो खवइ अहिणव पेस ण देइ। संगु मुएविणु जो सयलु उवसम-भाउ करेइ।।३९ ।। कर्म पुराकृतं स क्षपयति अभिनवं प्रवेशं न ददाति। संगं मुक्त्वा यः सकलं उपशमभावं करोति।। ३९ ।। કર્મ પૂર્વકૃત ક્ષય કરે, નવીન પ્રવેશ અભાવ;
સકલ સંગથી મુક્ત તે, કરતા ઉપશમ ભાવ. ૩૯
જે કોઈ સર્વ સંગનો ત્યાગ કરીને ઉપશમ ભાવને ધારણ કરે છે તે વીતરાગ સ્વસંવેદન જ્ઞાની આત્મા પહેલાં કરેલાં કર્મોને ક્ષય કરે છે અને નવા કર્મોને આવવા દેતા નથી.
જે જીવ, જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, તૃણ અને સુવર્ણમાં સમતાભાવ રાખે છે તથા બાહ્ય અને અત્યંતર પરિગ્રહને છોડ છે તે જીવ સંવર તથા નિર્જરા કરવામાં સમર્થ થાય છે. તે આવતાં કર્મોને રોકી દે છે તથા જૂનાં કર્મોને ક્ષય કરવા લાગે છે. શાસ્ત્રજ્ઞાનનું ફળ સમતા છે.
શ્રી પદ્મનંદિ પંચવિશતિકામાં કહ્યું છે કે
साम्यमेवादराद् भाव्यं किमन्यैर्ग्रन्थविस्तरैः।
प्रक्रियामात्रमेवेदं वाङ्मयं विश्वमस्य हि।।
સમભાવને જ આદરપૂર્વક ધારણ કરવો જોઈએ, અન્ય ગ્રંથોના વિસ્તારથી શું? સમસ્ત દ્વાદશાંગી આ સમભાવરૂપ સૂત્રની ટીકા છે, અર્થાત્ આગમોમાં જે વિવેચન છે તે એક સમભાવને અર્થે છે. ૩૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com