________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૯ છે તે સમયે પૂર્વોક્ત સત્તા અવલોકનરૂપ મનસંબંધી નિર્વિકલ્પ દર્શન નિશ્ચય ચારિત્રના બળથી નિર્વિકલ્પ નિજ શુદ્ધાત્માનુભૂતિના ધ્યાનથી સહકારી કારણ થાય છે. માટે વ્યવહાર સમ્યગ્દર્શન અને વ્યવહાર સમ્યજ્ઞાન ભવ્યાત્માઓને હોય છે પણ અભવ્ય જીવોને નહિ, કારણ કે તેઓ મુક્તિના અપાત્ર છે. જે મોક્ષના પાત્ર છે તેને જ વ્યવહાર રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર રત્નત્રય પરંપરાએ મુક્તિનું કારણ છે અને નિશ્ચય રત્નત્રય સાક્ષાત્ મુક્તિનું કારણ છે. ૩૫
સમભાવપૂર્વક દુ:ખ સહન કરવાથી નિર્જરા થાય છે
दुक्खु वि सुक्खु सहंतु जिय णाणिउ झाण-णिलीणु। कम्महँ णिज्जर-हेउ तउ वुच्चइ संग-विहीणु।।३६ ।। दुःखमपि सुखं सहमानः जीव ज्ञानी ध्याननिलीनः। कर्मणः निर्जराहेतुः तपः उच्यते संगविहीनः।। ३६ ।। દુઃખસુખ સહતા જ્ઞાની, જીવ, ધ્યાન વિષે તલ્લીન;
કર્મ નિર્જરા હેતુ તે, ત૫ તે સંગ વિહીન. ૩૬
હે જીવ, આત્મધ્યાનમાં લીન થયેલા વીતરાગ સ્વસંવેદન જ્ઞાની સુખદુઃખને સમ પરિણતિથી સહન કરતા અભેદનયથી શુભઅશુભ કર્મની નિર્જરાનું કારણ થાય છે એમ ભગવાને કહ્યું છે અને બાહ્ય-અભ્યતર પરિગ્રહ રહિત પરદ્રવ્યની ઇચ્છાના નિરોધરૂપ બાહ્ય અભ્યતર અનશનાદિ બાર પ્રકારના તવરૂપ પણ તે જ્ઞાની છે.
અહીં પ્રભાકર કહે છે કે હે ભગવાન, ધ્યાન કરવાથી કર્મની નિર્જરા થાય છે. એકાગ્ર ચિત્તના નિરોધરૂપ ઉત્તમ સંહનન (દઢ શરીર)વાળા મુનિઓને થાય છે. જ્યાં તે સહનન નથી ત્યાં ધ્યાન કેવી રીતે હોઈ શકે? ગુરુ તેનું સમાધાન કરે છે–ઉત્તમ સહુનનવાળાને જે ધ્યાન કહ્યું છે, તે અપૂર્વ કરણાદિ ગુણસ્થાનોમાં ઉપશમ તથા ક્ષપક શ્રેણીમાં જે શુકલધ્યાન છે તે અપેક્ષાએ કહ્યું છે, અપૂર્વ ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં ધર્મધ્યાનની ના કહી નથી, તેમ તત્વાનુશાસનમાં કહ્યું છે કે
यत्पुनः वज्रकायस्य ध्यानमित्यागमे वचः।
श्रेण्योध्यनिं प्रतीत्योक्तं तन्नाधस्तान्निषेधकम्।। વજ કાયાવાળાને ધ્યાન થાય છે, એમ આગમમાં વચન છે, તે બન્ને શ્રેણીઓમાં શુકલધ્યાનની અપેક્ષાએ છે પણ નીચેના ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનો નિષેધ નથી. રાગદ્વેષના અભાવરૂપ યથાખ્યાત સ્વરૂપાચરણ નિશ્ચય ચારિત્ર છે, તે વર્તમાનમાં પણ પંચમકાલમાં ભરતક્ષેત્રમાં નથી, તો મુનિઓ સામાયિકાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com