________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧) ચારિત્રને પાળે છે. તેમ આ કાલમાં શુકલધ્યાન નથી પણ ધર્મધ્યાન છે. તો તેની આરાધના કરો. શ્રી કુંદકુંદાચાર્યે મોક્ષપાહુડમાં કહ્યું છે
अज्ज वि तिरयण सुद्धा अप्पा झाऊण लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदिं जंति।।
આ પંચમકાલમાં પણ મન-વચન કાયાની શુદ્ધતાથી ધર્મ ધ્યાનરૂપ આત્માનું ધ્યાન કરીને આ જીવ ઇન્દ્રપણું અથવા લૌકાંતિક દેવપણું પામે છે અને ત્યાંથી ચવીને મનુષ્ય થઈ મોક્ષે જાય છે. આ સમયે પ્રથમનાં ત્રણ સંહનન તો નથી તો પણ બાકીનાં સહુનનથી ધર્મધ્યાન સાધ્ય કરી શકાય છે. એ સંહનનોમાં ધર્મધ્યાનનો અભાવ નથી અર્થાત્ ધર્મધ્યાન તો થઈ શકે છે. શુકલધ્યાન પ્રથમના ત્રણ સંહનનોમાં થાય છે. શુકલધ્યાનનો પ્રથમ ભેદ ઉપશમ શ્રેણી સંબંધી ત્રણે સહુનનોમાં હોય છે અને બીજો, ત્રીજો તથા ચોથો ભેદ પ્રથમ સંહનનવાળાને હોય છે, એવો નિયમ છે. ધર્મધ્યાન પરંપરાએ મુક્તિનું કારણ છે; એનાથી સંસારસ્થિતિ ઓછી થાય છે તથા પુણ્ય બંધમાં કારણ છે. ૩૬
મુનિને સંવર થાય છેबिण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ। पुण्णहँ पावहँ तेण जिण संवर-हेउ हवेइ।।३७।। द्वे अपि येन सहमानः मुनिः मनसि समभावं करोति। पुण्यस्य पापस्य तेन जीव संवरहेतुः भवति।। ३७।। દ્વન્દ સહંતા મુનિપ્રવર સામ્ય ધરે મનમાંય;
પુણ્ય પાપ સંવર તણા, હેતુ તેથી તે થાય. ૩૭
સુખ-દુ:ખરૂપ દ્વન્દને સહન કરતા સંવેદન પ્રત્યક્ષજ્ઞાની નિશ્ચિત મનમાં સમભાવ ધારણ કરે છે, અર્થાત્ સ્વભાવમાં લીન રહે છે પણ વિભાવપણે પરિણમતા નથી, તેથી હે જીવ, તે જ્ઞાની સહજમાં પુણ્ય તથા પાપના સંવરના કારણે થાય છે. અર્થાત્ જ્ઞાની શુભાશુભ કર્મને આવતાં રોકી દે છે.
ગમે તેવા કર્મોદયમાં જ્ઞાનીઓ રાગદ્વેષ તથા મોહરૂપ પરિણમતા નથી પણ પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમાં પરિણમે છે, તેથી તે જ પુરુષ અભેદનયથી પુણ્યપાપના સંવરના કારણે થાય છે, અર્થાત્ આવતા શુભાશુભ કર્મને અટકાવી દે છે. ૩૭ શુદ્ધ આત્મસ્થિતિ સંવર તથા નિર્જરાનું કારણ છે
अच्छइ जित्तिउ कालु मुणि अप्प-सरूवि णिलीण। संवर-णिज्जर जाणि तुहुँ, सयल-वियप्प-विहीणु।।३८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com