________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬
હરિહરાદિ મહાપુરુષો પણ મનને સ્થિર કરીને જેને ધ્યાવે છે તે પરમાત્માને તું જાણ, એમ પ્રતિપાદન કરે છે
તિ-દુયન-વંવિત્ત સિદ્ધિ -ાપ હરિ-હર જ્ઞાĚિ નોનિા लक्खु अलक्खँ धरिवि थिरु मुणि परमप्पउ सो जि ।। १६ ।। त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव । लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ।। १६ ।।
ત્રિભુવનવંદિત સિદ્ધિગત, ધ્યાવે હરિહર જેહ; અલખપદે મન સ્થિર કરી, ભજ ૫૨માતમ તેહ. ૧૬
ત્રણ લોકમાં પૂજ્ય તથા સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માનું હરિહરાદિ મહાન પુરુષો પણ ચિંતવન કરે છે, તો હું પ્રભાકર, તું પોતાના મનને વીતરાગ ૫રમાત્મામાં સ્થિર કરી તે પરમાત્માને જાણ.
અહીં કહે છે કે કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્માની સમાન રાગાદિ રહિત પોતાનો શુદ્ધ આત્મા છે, એમ તું જાણ તથા તે જ સાક્ષાત્ ગ્રહણયોગ્ય છે તે સિવાય સર્વ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ત્યાગવા યોગ્ય છે.
બાહ્યદ્રવ્ય એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન-અચેતન પદાર્થોમાં “ આ મારા છે” એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું, હું દુ:ખી છું ઈત્યાદિ ચિત્તગત હર્ષ-વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. ૧૬
પરમાત્મા નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવવાળો શાંત તથા શિવસ્વરૂપ છે એમ દર્શાવતાં કહે છે
णिच्चु णिरंजणु णाणमउ परमाणंद - सहाउ। जो हउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ ।। १७ ।।
नित्यो निरंजनो ज्ञानमयः परमानन्दस्वभावः। य ईदृशः स शान्तः शिवः तस्य मन्यस्व भावम् ।। १७ ।।
નિત્ય, નિરંજન, જ્ઞાનમય, ૫૨માનંદ, -સ્વભાવ;
જે એવા શિવશાંત તે, ચિંતવ શુદ્ધ સ્વભાવ. ૧૭ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જે નિત્ય-અવિનશ્વર છે, રાગાદિ કર્મમલરૂપ અંજનથી રહિત હોવાને લીધે જે નિરંજન છે, કેવલજ્ઞાનથી પૂર્ણ છે, ૫૨માનંદ સ્વભાવવાળા છે, એવા જે ૫રમાત્મા છે તે શાંત અને શિવસ્વરૂપ છે, તે પરમાત્માના શુદ્ધ-બુદ્ધ સ્વભાવને તું જાણ તથા તેનું ધ્યાન કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com