________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ જ સુખનું કારણ છે
धम्महँ अत्थहँ कामहँ वि एयहँ सयलहँ मोक्खु। उत्तमु पभणहिं णाणि जिय अण्णे जेण ण सोक्खु।।३।। धर्मस्य अर्थस्य कामस्यापि एतेषां सकलानां मोक्षम्। उत्तमं प्रभणन्ति ज्ञानिनः जीव अन्येन येन न सौख्यम्।। ३।। ધર્મ અર્થ ને કામથી, મોક્ષ શ્રેષ્ઠ સુખખાણ; કહે જ્ઞાનીઓ કેમ કે, સુખ અન્યથી ન જાણ. ૩
હે જીવ, ધર્મ, અર્થ અને કામ એમ બધા પુરુષાર્થોમાં જ્ઞાનીઓ મોક્ષ પુરુષાર્થને ઉત્તમ કહે છે; કારણ કે મોક્ષ સિવાય બીજા પુરુષાર્થોથી પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. એક મોક્ષ પુરુષાર્થ જ પરમ સુખરૂપ છે.
ધર્મ શબ્દથી અત્રે પુણ્યનું ગ્રહણ છે, અર્થ શબ્દ પુણ્યના ફળરૂપ રાજ્ય વૈભવ આદિના અર્થમાં છે અને કામ શબ્દનો અર્થ સંસારના ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થવી તે છે. પણ આ ત્રણેથી પરમ સુખ મળતું નથી, એક મોક્ષ જ અત્યંત અનંત આનંદદાયક તથા પરમ શાંતિનું ધામ છે. તેથી બધા પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ છે, એમ વીતરાગ સર્વજ્ઞ ભગવાન કહે છે. બીજા પુરુષાર્થો આત્મામાં આકુળતા ઉત્પન્ન કરવાવાળા છે તથા વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતના આસ્વાદથી વિપરીત છે, માટે સુખ આપવા સમર્થ થતા નથી. ૩
મોક્ષની પ્રધાનતા કહે છે
जइ जिय उत्तमु होइ णवि एयहँ सयलहँ सोइ। तो किं तिण्णि वि परिहरवि जिण वच्चहिं पर-लोइ।।४।। यदि जीव उत्तमो भवति नैव एतेभ्यः सकलेभ्यः स एव। ततः किं त्रीण्यपि परिहृत्य जिनाः व्रजन्ति परलोके।।४।। જો જીવ, એ સર્વેયથી, મોક્ષ શ્રેષ્ઠ ન ગણાય;
તો તે તજી ત્રણેયને; જિનો મોક્ષ કયમ જાય? ૪
હે જીવ, જો સર્વ પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ ન હોત તો શ્રી જિનવરદેવ ધર્મ, અર્થ, કામ આદિનો ત્યાગ કરી મોક્ષમાં જઈને શા માટે વિરાજત? માટે એમ જણાય છે કે મોક્ષ પદાર્થ સર્વોત્તમ છે.
પરલોક શબ્દની વ્યુત્પત્તિ અર્થ કહે છે-પર એટલે ઉત્કૃષ્ટ, મિથ્યાત્વરાગાદિ રહિત અને કેવલજ્ઞાનાદિ અનંતગુણ સહિત પરમાત્મા તે “પર” કહેવાય છે. અને તે પરમાત્માનું અવલોકન–વીતરાગ સમરસી ભાવનો અનુભવ તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com