________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૧
પાંચ દ્રવ્યો જીવને ઉપકાર કરનારાં છે
एयइँ दव्वइँ देहियहँ णिय-णिय-कज्जु जणंति। चउ-गइ-दुक्ख सहंत जिय ते संसारु भमंति।।२६।। एतानि द्रव्याणि देहिनां निजनिजकार्य जनयन्ति चतुर्गतिदुःखं सहमान जीवाः तेन संसारं भ्रमन्ति।। २६ ।। આ દ્રવ્યો ઉપજાવતાં, જીવને નિજ નિજ કાર્ય; તેથી ચતુર્ગતિ દુ:ખ સહી, જીવ ભમે ભવમાંય. ૨૬
આ દ્રવ્યો જીવોનાં પોતપોતાનાં કાર્ય ઉપજાવે છે, આ કારણથી ચારે ગતિમાં દુઃખને સહન કરતા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે.
પુદ્ગલ તો આત્મજ્ઞાનથી વિપરીત એવા વિભાવ પરિણામોમાં લીન થયેલા અજ્ઞાની જીવોને વ્યવહારનયથી શરીર, મન, વચન તથા શ્વાસોચ્છવાસની ઉત્પત્તિમાં કારણ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય, રાગદ્વેષાદિ વિભાવભાવ કહેવાય છે, અને વિભાવ પરિણતિથી જ જીવની સાથે કર્મનો સંબંધ થાય છે. કર્મ પણ પુદગલ છે. ધર્મદ્રવ્ય ગતિમાં સહાયક છે, અધર્મદ્રવ્ય સ્થિતિમાં સહાયક છે, આકાશ-દ્રવ્ય અવકાશ આપે છે, કાલદ્રવ્ય શુભ-અશુભ પરિણામોમાં સહાયી છે, એ પ્રમાણે આ પાંચ દ્રવ્ય સહાયક છે. તેની સહાય પામીને આ જીવ નિશ્ચય-વ્યવહાર રત્નત્રયની ભાવનાથી રહિત થઈને ચારે ગતિમાં દુઃખોને સહન કરતો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ર૬
પરદ્રવ્યોનો સંબંધ દુઃખનું કારણ છે એમ કહે છે
दुक्खहँ कारणु मुणिवि जिय दव्वहँ एहु सहाउ। होयवि मोक्खहँ मग्गि लहु गम्मिज्जइ पर-लोउ।।२७।। दुःखस्य कारणं मत्वा जीव द्रव्याणां एतत्स्वभावम्। भूत्वा मोक्षस्य मार्गे लघु गम्यते परलोकः।। २७ ।। હે જીવ, જાણી સ્વભાવ આ, દ્રવ્યોનો દુઃખદાય; મોક્ષમાર્ગ અવલંબીને, જા ઝટ મુક્તિમાંય. ૨૭
હે જીવ, પરદ્રવ્યોના આ સ્વભાવને દુઃખનું કારણ જાણીને, મોક્ષમાર્ગમાં એકાગ્ર થઈ, પરલોક-એટલે શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ મોક્ષને શીઘ્ર સાધી લેવા તત્પર થા.
હે જીવ, પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય, વીતરાગ સદા આનંદ સ્વરૂપ એક સ્વભાવિક સુખ તેથી વિપરીત આકુળતાને ઉત્પન્ન કરનાર એવાં દુઃખનાં કારણો છે, એમ જાણી ભેદભેદ રત્નત્રય લક્ષણવાળા મોક્ષના માર્ગમાં અત્યંત સ્થિર થઈને પરમાત્માનો અનુભવ કરીને શુદ્ધાત્મસ્વરૂપરૂપ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કર. ૨૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com