________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩
આ ત્રણે અનેક દ્રવ્ય છે.
બધાને અવકાશ આપવાથી આકાશદ્રવ્ય ક્ષેત્રવાનું છે અને બીજાં દ્રવ્યો અક્ષેત્રી છે.
એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવારૂપ તથા હલન-ચલનરૂપ ક્રિયા કહેવાય છે; તે ક્રિયાવાળાં જીવ અને પુદગલ દ્રવ્ય છે; અને ધર્મ-અધર્મ, આકાશ તથા કાળ નિષ્ક્રિય દ્રવ્યો છે. સંસારી જીવો કર્મોને લીધે હલનચલનવાળા છે તેથી ક્રિયાવાન ગણાય છે, સિદ્ધ પરમાત્મા કિયારહિત છે.
ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્ય જોકે અર્થ પર્યાય (પણુણી હાનિ વૃદ્ધિરૂપ સ્વભાવપર્યાય)ની અપેક્ષાએ અનિત્ય છે તોપણ આ દ્રવ્યો વિભાવ વ્યંજન પર્યાયરૂપે પરિણમતાં ન હોવાથી નિત્ય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જીવ અને પુદગલ પણ નિત્ય છે. તોપણ અગુરુલઘુ પરિણતિરૂપ સ્વભાવ પર્યાયની અપેક્ષાએ અને વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે.
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્ય વ્યવહારનયથી જીવનાં શરીર, વાણી, મન, શ્વાસોચ્છવાસ આદિ, ગતિ, સ્થિતિ, અવગાહના તથા વર્તના (પરિણમન) આદિ કાર્યો કરે છે તેથી પાંચ દ્રવ્યો કારણ છે. જો કે જીવદ્રવ્ય ગુરુ-શિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે તોપણ પાંચ દ્રવ્યોને કંઈ પણ ઉપકાર કરતું નથી તેથી અકારણ છે.
શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આ જીવ જો કે બંધ, મોક્ષ, પુણ્યપાપ, ઘટપટ આદિનો કર્તા નથી તોપણ અશુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ શુભઅશુભ ઉપયોગમાં પરિણમેલો જીવ પુણ્યપાપરૂપ બંધનો કર્તા થાય છે અને તેથી તેના ફળનો ભોક્તા પણ થાય છે તથા વિશુદ્ધ જ્ઞાન દર્શન રૂપ નિજ શુદ્ધસહજાભ દ્રવ્યનાં શ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણરૂપ શુદ્ધોપયોગમાં પરિણમેલો આત્મા મોક્ષનો કર્તા પણ થાય છે અને અનંતજ્ઞાન સુખ આદિનો ભોક્તા બને છે. જીવને શુભ, અશુભ, શુદ્ધ પરિણામોનું સર્વત્ર કર્તાપણું છે એમ જાણવું જોઈએ, અર્થાત્ આત્મા જ ભાવે પરિણમે છે તે ભાવનો તે કર્તા તથા ભોક્તા બને છે. પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોને પોતપોતાના પરિણામનું કર્તાપણું છે, પુણ્યપાપ આદિનું કર્તાપણું નથી.
લોકાલોકમાં વ્યાપક હોવાથી આકાશદ્રવ્ય સર્વગત કહેવાય છે. ધર્મ, અધર્મ દ્રવ્ય લોકાકાશમાં સર્વત્ર રહેલાં છે, અલોકાકાશ નથી. જીવ કેવલી સમુદ્યાત સમયે સર્વવ્યાપક એટલે લોકાકાશ વ્યાપક હોય છે, તે અવસ્થામાં જીવનું સર્વગતપણું બને છે, સર્વ અવસ્થાઓમાં આત્મા લોકાકાશ વ્યાપક નથી. કાલદ્રવ્ય એક પરમાણુની અપેક્ષાએ તો એક પ્રદેશગત છે, સર્વગત નથી, અને નાના કાલાણુઓની અપેક્ષાએ લોકાકાશના સર્વપ્રદેશમાં કાલાણુઓ છે માટે કાલાણુઓની અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com