________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ તે સર્વગત કહી શકાય છે. પુદ્ગલ દ્રવ્ય લોકપ્રમાણ મહાત્કંધની અપેક્ષાએ સર્વગત છે, અન્ય પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ સર્વગત નથી. મુખ્યપણે જો વિચારીએ તો એક આકાશ જ સર્વગત કહેવાય છે. જ્ઞાનની અપેક્ષાએ જીવનું કેવલજ્ઞાન લોકાલોક વ્યાપક છે, માટે સર્વગત છે; અત્રે જાણવાની અપેક્ષા મુખ્ય છે, પ્રદેશની અપેક્ષા નથી. બધાં દ્રવ્યો એક ક્ષેત્રાવગાહી છે છતાં દરેક પોતપોતાના સ્વભાવમાં રહે છે, કોઈ કોઈને બાધા કરતું નથી. કહ્યું છે કે
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स।
मेलंता वि य णिच्चं सगसब्भावं ण विजहंति।।
છએ દ્રવ્યો પરસ્પરમાં પ્રવેશ કરતાં દેખાય છે તો પણ કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. જોકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપે છે તોપણ દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. અહીં તાત્પર્ય એ છે કે વ્યવહાર સમ્યકત્વનાં વિષયભૂત એવાં છ દ્રવ્યોમાં વીતરાગ ચિદાનંદ અનંતગુણરૂપ જે નિજ શુદ્ધાત્મા છે તે શુભ, અશુભ, મન, વચન, કાયાની ચેષ્ટાઓનો ત્યાગ કરીને ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત્ પોતાનું નિજશુદ્ધ સહજ આત્મદ્રવ્ય ઉપાદેય છે. ૨૮
સમ્યજ્ઞાનને કહે છે
जं जह थक्कउ दव्वु जिय तं तह जाणइ जो जि। अप्पहँ केरउ भावडउ णाणु मुणिज्जहि सो जि।।२९ ।। यद् यथा स्थितं द्रव्य जीव तत् तथा जानाति य एव। आत्मानः सम्बन्धी भावः ज्ञानं मन्यस्व स एव।। २९ ।। જેમ સ્થિતિ જે દ્રવ્યની, જાણે તેમ યથાર્થ;
આત્મસંબંધી ભાવ તે, જ્ઞાન માન સત્યાર્થ. ૨૯
હે જીવ, અનાદિકાલથી આ દ્રવ્યો જે પ્રમાણે રહેલાં છે એટલે જેવું તેમનું સ્વરૂપ છે, તે પ્રમાણે સંશયાદિ રહિત જે જાણે છે, તે જ આત્મભાવરૂપ સમ્યજ્ઞાન છે, એમ તું માન.
દ્રવ્ય માત્ર ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે, તેમ જ ગુણપર્યાય સહિત છે, સમભંગીરૂપ પણ વસ્તુ સ્વરૂપ છે. ગુણપર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. આ પ્રમાણે યથાસ્થિતપણે જે વસ્તુ સ્વરૂપ જાણે છે તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન આત્માનો સ્વ તથા પરને જાણવારૂપ ભાવ છે. વ્યવહારથી સવિકલ્પ અવસ્થામાં તત્ત્વ-વિચારના સમયે સ્વપરનું જાણવું તે સમ્યજ્ઞાન છે, અને નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે પદાર્થોનું જાણવાપણું મુખ્ય નથી, પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com