________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫.
કવલ સ્વસંવેદન જ્ઞાન જ નિશ્ચય સમ્યજ્ઞાન છે. વ્યવહાર સમ્યજ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ થાય છે અને નિશ્ચય સમ્યજ્ઞાન સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ર૯ સ્વરૂપની સ્થિરતા એ જ જ્ઞાનીઓનું ચારિત્ર છે
जाणवि मण्णवि अप्पु परु जो परभाउ चएइ। सो णिउ सुद्धउ भावडउ णाणिहिं चरणु हवेइ।।३०।। ज्ञात्वा मत्वा आत्मानं परं यः परभावं त्यजति। રસ નિન: શુદ્ધ: ભાવ: જ્ઞાનિનાં વરણે ભવતિના રૂ૦ના નિજ પર જાણી, માનીને, તજે, સર્વ પરભાવ;
કહ્યું ચરણ એ જ્ઞાનીનું, તે નિજ શુદ્ધસ્વભાવ. ૩૦
સમ્યજ્ઞાન વડે પોતાને તથા પરને જાણીને અને સમ્યગ્દર્શનથી સ્વ તથા પરની પ્રતીતિ કરીને જે પરભાવને તજે છે તે આત્માનો શુદ્ધભાવ જ્ઞાનીઓનું ચારિત્ર થાય છે.
વીતરાગ સહજ આનંદ એક સ્વભાવવાળા પોતાના આત્માને તથા તેથી વિપરીત પરદ્રવ્યને સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત યથાર્થપણે જાણીને શંકાદિ દોષરહિત સમ્યકત્વરૂપ પરિણામથી શ્રદ્ધાન કરીને માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યોને છોડીને તથા અન્ય પદાર્થોની ચિંતા તજીને નિજ શુદ્ધસહજાન્મસ્વરૂપમાં પરમાનંદ સુખરસના આસ્વાદથી તૃપ્ત થઈ જે કોઈ સ્થિર રહે છે તે જ પુરુષ અભેદનયથી નિશ્ચય ચારિત્ર થાય છે. ૩૦ રત્નત્રયના ભક્ત એવા ભવ્ય જીવોનાં લક્ષણ કહે છે
जो भत्तउ रयण-त्तयहँ तसु मुणि लक्खणु एउ। अप्पा मिल्लिवि गुण णिलउ तासु वि अप्पु ण झेउ।।३१।। यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं एतत्। आत्मानं मुक्त्वा गुणनिलयं तस्यापि अन्यत् न ध्येयम्।। ३१ ।। રત્નત્રયના ભક્ત જે, લક્ષણ તેનું એહ;
ગુણનિલય આત્મા તજી, ધ્યાવે અવર ન જેહુ. ૩૧
જે જીવ રત્નત્રયનો ભક્ત છે તેનાં આ પ્રમાણે લક્ષણ હોય છે એમ તું જાણ. તે ભક્ત પુરુષ ગુણના ધામરૂપ આત્માને તજીને અન્ય પદાર્થોને મનમાં ધ્યાવતો નથી. “આત્માથી સૌ હીન” એવો તેને નિશ્ચય હોવાથી તે એક આત્માનું જ ધ્યાન ધરે છે, અન્ય દ્રવ્યોનું નહિ.
વ્યવહારથી વીતરાગ ભગવાનનાં કહેલાં શુદ્ધ આત્મતત્ત્વ આદિ છ દ્રવ્ય, પંચાસ્તિકાય તથા નવ પદાર્થ તેની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન તથા અહિંસાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com