________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮
जीवानां तं परं मोक्षं मन्यस्व यः परमात्मलाभः। कर्मकलंकविमुक्तानां ज्ञानिनः ब्रुवन्ति साधवः।। १०।। કર્મ-કલંક વિમુક્તને, જે પરમાતમ પ્રાપ્ત;
માન નિશ્ચયે મોક્ષ એ, કહે જ્ઞાની મુનિ આસ. ૧૦ કર્મરૂપી કલંકથી રહિત એવા જીવોને જે પરમાત્મ (પરમ પવિત્ર શુદ્ધ આત્મત્વ) સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ નિયમથી તું મોક્ષ જાણ; એમ જ્ઞાનવાન મુનિઓ કહે છે.
જે જીવો પુત્ર કલત્રાદિ સર્વ પર વસ્તુઓની મમતા ત્યાગીને તથા વિકલ્પોથી રહિત થઈને આત્મધ્યાનમાં લીન થાય છે તે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ તથા શરીર આદિ નોકર્મરૂપ કલંકનો ક્ષય કરી પરમાત્મતત્ત્વને પામે છે, તે જ મોક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૦
અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થવી તે મોક્ષનું ફળ છે
दंसणु णाणु अणंत-सुहु समउ ण तुट्टइ जासु। सो पर सासउ मोक्ख-फलु बिज्जउ अत्थि ण तासु।।११।। दर्शनं ज्ञानं अनन्तसुखं समयं न त्रुट्यति यस्य। तत् परं शाश्वतं मोक्षफलं द्वितीयं अस्ति न तस्य।।११।। અનંત દર્શન, જ્ઞાન, સુખ, જેને સમય, ન નાશ;
તે જ મોક્ષ ફળ શાશ્વતું અનન્ય લોકે ખાસ. ૧૧
જેનાં અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ તથા અનંતવીર્ય એક સમય માત્ર પણ નાશ પામતાં નથી અર્થાત્ અખંડપણે નિરંતર રહે છે, તે જ નિયમથી મોક્ષનું શાશ્વત-અવિનાશી ફળ છે. તે સિવાય બીજું મોક્ષફળ નથી.
અનંત જ્ઞાનાદિની પ્રાપ્તિ જ મોક્ષનું ફળ છે એમ જાણી તેને માટે સમસ્ત રાગાદિ ભાવોનો ત્યાગ કરી શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભાવના જ મોક્ષફળમાં અનન્ય કારણ છે. ૧૧ મોક્ષમાર્ગનું વર્ણન કરે છે
जीवहँ मोक्खहँ हेउ वरु दंसणु णाणु चरित्तु। ते पुणु तिण्णि वि अप्पु मुणि णिच्छएँ एहउ वुत्तु।।१२।। जीवानां मोक्षस्य हेतुः वरं दर्शनं ज्ञानं चरित्रम्। तानि पुनः त्रीण्यपि आत्मानं मन्यस्व निश्चयेन एवं उक्तम्।। १२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com