________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૭ जीउ वि पुग्गलु कालु जिय ए मेल्लेविण दव्व। इयर अखंड वियाणि तुहुँ अप्प-पएसहि सव्व।। २२।। जीवोऽपि पुद्गलः कालः जीव एतानि मुक्त्वा द्रव्याणि। इतराणि अखण्डानि विजानीहि त्वं आत्मप्रदेशैः सर्वाणि।। २२।। જીવ, પુદ્ગલ ને કાલ એ, ત્રણ વિણ જે ત્રણ અન્ય;
સ્વરૂપ્રદેશે સર્વ એ, જાણ અખંડિત દ્રવ્ય. ૨૨
હે ભવ્યાત્મા, જીવ પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્યો સિવાય બાકીનાં સર્વ દ્રવ્યો પોતાના પ્રદેશોથી અખંડિત છે, એમ તું જાણ.
જીવ દ્રવ્ય ગણના-અપેક્ષાએ જુદા જુદા અનંત છે. અર્થાત્ અનંત જીવ દ્રવ્ય છે. પુદ્ગલો તેના કરતાં પણ અનંતગણો છે, અને કાલાણુ અસંખ્યાત છે, ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય તથા આકાશદ્રવ્ય એક એક તથા લોકવ્યાપી છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશી છે. આકાશ અલોક અપેક્ષાએ અનંત પ્રદેશી છે તથા લોકઅપેક્ષાએ અસંખ્યાતપ્રદેશી છે. એક દ્રવ્યના પ્રદેશો બીજા દ્રવ્યમાં ભળતા નથી, પોતપોતાના દ્રવ્યમાં રહે છે. આ છ દ્રવ્યોમાં શુદ્ધ જીવદ્રવ્ય જ ઉપાદેય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ બધા જીવો ઉપાય છે. પણ વ્યક્તિ (શુદ્ધ સ્વરૂપની પ્રગટતા)ની અપેક્ષાએ પંચ પરમેષ્ઠી ઉપાદેય છે, તેમાં પણ વિશેષપણે અરિહંત અને સિદ્ધ ઉપાદેય છે, તે બન્નેમાં સિદ્ધ પરમાત્મા જ ગ્રહણ યોગ્ય છે અને નિશ્ચયથી તો મિથ્યાત્વ રાગાદિ વિભાવ ભાવની નિવૃત્તિના સમયે પોતાનો શુદ્ધસહુજઆત્મા જ ઉપાદેય છે, એમ જાણવું જોઈએ. રર જીવ અને પુદ્ગલ સક્રિય છે, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ નિષ્ક્રિય છે
दव्व चयारि वि इयर जिय गमणागमण-विहीण। जीउ वि पुग्गलु परिहरिवि पभणहिं णाणपवीण।।२३।। द्रव्याणि चत्वारि अपि इतराणि जीव गमनागमनविहीनानि। जीवमपि पुद्गलं परिहृत्य प्रभणन्ति ज्ञानप्रवीणाः ।। २३ ।। ચાર દ્રવ્ય જીવ, અન્ય જે, પુદગલ જીવ વિહીન;
ગમનાગમન રહિત તે, ભાખે જ્ઞાન-પ્રવીણ. ૨૩
હે જીવ, જીવ અને પુદ્ગલ સિવાય બીજાં ચાર દ્રવ્યો–એટલે ધર્મ, અધર્મ, આકાશ અને. કાલ, ગમન આગમનાદિ ક્રિયારહિત છે એમ જ્ઞાનપ્રવીણ એવા જ્ઞાની પુરુષો કહે છે.
સંસાર અવસ્થામાં આ જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જવામાં કારણ કર્મ નોકર્મ જાતિનાં પુગલો છે. કર્મ-નોકર્મનો અભાવ થવાથી સિદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com