________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
નારાયણ, ઇન્દ્ર, રુદ્ર, શ્રી તીર્થકર, મહામુનિઓનો સમૂહ તથા અનેક ભવ્યાત્માઓ પરમ નિરંજન એવા પરમાત્મામાં ચિત્તને ધારણ કરીને તે મોક્ષનું ધ્યાન કરે છે. અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જતા મનને રોકીને આત્માસાધના કરે છે.
શ્રી તીર્થંકર દેવ તથા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ પ્રસિદ્ધ પુરુષો ખ્યાતિ, પૂજા, લાભ આદિ સર્વ વિકલ્પોથી રહિત, શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળા પોતાના આત્મદ્રવ્યની સમ્યક શ્રદ્ધા જ્ઞાન તથા આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ, તેથી ઉત્પન્ન થયેલ વીતરાગ સહજ આનંદ એક સુખ રસ, તેના અનુભવથી, પૂર્ણ કળશની સમાન પરિપૂર્ણ, તથા નિરંજન શબ્દથી કવા યોગ્ય એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈને મોક્ષને ધ્યાવે છે. જો કે વ્યવહારથી સવિકલ્પ અવસ્થામાં વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ કે તેની પ્રતિમાઓ કે તેના મંત્રાક્ષરો અને તેની આરાધના કરનારા પુરુષો ધ્યેયરૂપ હોય છે તોપણ વીતરાગ નિર્વિકલ્પ ત્રિગુતિ ગુપ્ત પરમ સમાધિાલમાં નિજ શુદ્ધાત્મા જ ધ્યેય છે. ૮
મોક્ષ સિવાય અન્ય કોઈ સુખનું કારણ નથીतिहयणि जीवहँ अत्थि णवि सोक्खहँ कारणु कोइ। मुक्खु मुणविणु एक्कु पर तेणवि चिंतहि सोइ।।९।। त्रिभुवने जीवानां अस्ति नैव सुखस्य कारणं किमपि। मोक्षं मुक्त्वा एकं परं तेनैव चिन्तय तमेव।। ९ ।। સુખનું કારણ જીવને, ત્રિભુવનમાં પણ કોય; મોક્ષ વિના નહિ એક પણ, તેથી ચિંતવ સોય. ૯
ત્રણ લોકમાં જીવોને એક મોક્ષને મૂકીને બીજું કંઈ પણ સુખનું કારણ નથી. એક મોક્ષ જ સુખનું કારણ છે. તેથી એક તેનું જ સદાકાલ ચિંતવન કર. બીજું ચિંતવન, વિચાર ન કર.
શ્રી યોગીન્દ્રાચાર્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે વત્સ, મોક્ષ સિવાય બીજું કંઈ સુખનું કારણ નથી અને આત્મધ્યાન વિના મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે તું વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાભસ્વભાવનું ધ્યાન કર. પ્રભાકર ભટ્ટ શ્રીગુરુને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપે અનેકવાર અતીન્દ્રિય સુખનું વર્ણન કર્યું છે. પરંતુ તે સુખને જગતવાસી જીવો જાણતા નથી, અને માનતા પણ નથી. તો તે સુખની અન્ય આત્માઓને પ્રતીતિ કેમ આવે?
આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે-હે વત્સ, કોઈ એક માણસ આકુળતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com