________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯)
મોક્ષમાર્ગ માનવામાં આવે તો તે વસ્તુદર્શન તો અભવ્ય જીવોને પણ હોય છે, તેથી તેઓને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. અને આગમમાં તેનો નિષેધ છે. તો તે આગમનો વિરોધ કેમ ટળે ? તે આપ મને યથાર્થપણે સમજાવો. ગુરુ તેનું સમાધાન કરે છે કે-અભવ્ય જીવોને દેખવારૂપ જે દર્શન છે તે માત્ર બાહ્યપદાર્થોનું છે, અંતરંગ આત્મતત્ત્વનું દર્શન તેઓને નથી, તેઓને મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ નહિ હોવાથી શુદ્ધાત્મતત્ત્વની શ્રદ્ધા, રુચિ તથા પ્રતીતિ નથી, તેથી સમ્યગ્દર્શન નથી, અને ચારિત્રમોહનીયનો ઉદય હોવાથી વીતરાગ ચારિત્રરૂપ નિર્વિકલ્પ શુદ્ધાત્મસત્તાઅવલોકન પણ નથી. નિશ્ચયથી અભેદ રત્નત્રયમાં પરિણમેલો પોતાનો શુદ્ધ સહજાત્મા જ મોક્ષમાર્ગ છે-આ જ અર્થની પોષક ગાથા દ્રવ્યસંગ્રહમાં પણ છે.
रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियम्हि।
तम्हा तत्तियमइओ होदि हु मोक्खस्स कारणं आदा।।
રત્નત્રય-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર, આત્મદ્રવ્યને મૂકીને અન્ય દ્રવ્યમાં હોતાં નથી તેથી તે ત્રણમય આત્મા જ મોક્ષનું કારણ છે. ૧૩
ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે
जं बोल्लइ ववहार-णउ दंसणु णाणु चरित्तु। तं परियाणहि जीव तुहुँ जें परु हो हि पवित्तु।।१४।। यद् ब्रूते व्यवहारनयः दर्शनं ज्ञानं चरित्रम्। तत् परिजानीहि जीव त्वं येन परः भवसि पवित्रः ।। १४ ।। જે વ્યવહાર નયે કહ્યાં, દર્શન જ્ઞાન ચરિત્ર;
તે જીવ, જાણ તું જેથી થાયે પરમ પવિત્ર. ૧૪
હે જીવ, વ્યવહારનય જે જ્ઞાનદર્શન ચારિત્રને કહે છે, તેને તું વ્યવહાર રત્નત્રય જાણ કે જેથી તું પરમ પવિત્ર પરમાત્મા થાય.
હે જીવ, તત્ત્વાર્થની સમ્યકશ્રદ્ધા, શાસ્ત્રોનું જ્ઞાન અને અશુભ ક્રિયાઓના ત્યાગરૂપ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહાર મોક્ષમાર્ગને તું જાણ. કારણ કે એ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક છે. પોતાના શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન તથા અનુષ્ઠાનરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અથવા વ્યવહાર મોક્ષમાર્ગ સાધક છે અને નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે નિશ્ચય મોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે તેથી તે સમયે સવિકલ્પ મોક્ષમાર્ગ ન હોય તો પછી વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો સાધક શી રીતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com