________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અને બાકીનાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ દ્રવ્યો અચેતન છે, તે જીવદ્રવ્યથી ભિન્ન તથા પોતપોતાનાં લક્ષણથી પરસ્પર જુદા જુદા છે. કાલ સિવાય પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે.
સરાગ તથા વીતરાગના ભેદથી સમ્યકત્વ બે પ્રકારે છે. પ્રથમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય લક્ષણવાળું સરાગ સમ્યકત્વ છે, તેને વ્યવહાર સમ્યકત્વ પણ કહે છે. છ દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધાથી વ્યવહાર સમ્યકત્વ થાય છે, વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળું, નિજ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળું વીતરાગ સમ્યકત્વ છે, તે જ નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. શિષ્ય અહીં પ્રશ્ન કરે છે કે પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિવાળા નિશ્ચય સમ્યકત્વનું આપે અનેકવાર પ્રતિપાદન કર્યું છે, અને અત્યારે આપ એમ કહો છો કે વીતરાગ ચારિત્ર સહિત નિશ્ચય સમ્યકત્વ હોય છે. તો પૂર્વાપર વિરોધ કેમ ન ગણાય? (પ્રશ્ન વિશેષ સ્પષ્ટ કરે છે) નિજ શુદ્ધસહજામા જ ઉપાય છે એવી રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન તો ગૃહસ્થાશ્રમમાં શ્રી તીર્થંકર પરમદેવ, ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી અને રામ પાંડવાદિ મહાપુરુષોને હોય છે. પણ ત્યાં વીતરાગ ચારિત્ર હોતું નથી. જો તેઓને વીતરાગ ચારિત્ર માનીએ તો ગૃહસ્થપણું બની શકે નહિ. આ પ્રકારના વિરોધને કેમ ટાળવો? તે આપ કહો. સદ્ગુરુદેવ સમાધાન કરે છે કે તે મહાપુરુષોને નિજ શુદ્ધસહુજાત્મા જ ગ્રહણ યોગ્ય છે એવી ભાવનારૂપ નિશ્ચય સમ્યગ્દર્શન તો ગૃહસ્થાશ્રમમાં હોય છે. પણ ચારિત્ર-મોહના ઉદયને લીધે સ્થિરતા નથી. જ્યાં સુધી તેઓ સંયમ ધારણ કરતા નથી ત્યાં સુધી અસંયમી કહેવાય છે.
- જ્યારે શુદ્ધાત્માની અખંડ ભાવના રહેતી નથી ત્યારે તેઓ અરહંતાદિની ભક્તિ કરે છે, સ્તવન કરે છે, ચરિત્ર તથા પુરાણાદિ શાસ્ત્રો સાંભળે છે. વિષય-કષાયરૂપ દુર્ગાનને રોકવા અર્થે તથા સંસારની સ્થિતિ અલ્પ કરવા તે પુરુષો આચાર્ય-ઉપાધ્યાય તથા સાધુ આદિ મહાપુરુષોને દાન આપે છે, પૂજે છે તથા અનેક પ્રકારની શુભ ક્રિયાઓ કરે છે, માટે શુભરાગના સંબંધથી સરાગ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અને તેમને નિશ્ચય સમ્યકત્વ પણ કહેવાય છે, કારણ કે વીતરાગ ચારિત્રની સાથે રહેવાવાળા નિશ્ચય સમ્યકત્વનું પરંપરાએ તે કારણ છે. વસ્તુતાએ ગૃહસ્થાવસ્થામાં જે સમ્યકત્વ છે તે સરાગ સમ્યકત્વ અથવા વ્યવહાર સમ્યકત્વ છે, એમ ભાવાર્થ છે. ૧૭
જીવાદિ છ દ્રવ્યોનાં પ્રત્યેકનાં લક્ષણ કહે છે
मुत्ति विहूणउ णाणमउ परमाणंद-सहाउ। णियमिं जोइय अप्पु मुणि णिच्चु णिरंजणु भाउ।। १८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com