________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૮૪
વળી વિશ્વથી અધિક જો, ગુણગણ ત્યાં ન તમામ; તો ત્રિભુવન નિજ શિ૨૫૨, ધરે મોક્ષ શું કામ? ૬
વળી જો આ સંસાર કરતાં અત્યંત અધિક ગુણનો સમૂહ તે મોક્ષમાં ન હોય તો ત્રણલોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે ધારી રાખત ?
મોક્ષ લોકના અગ્રભાગે છે, તેમાં સર્વથી અધિક ગુણગણ છે, તેથી લોક તેને પોતાના મસ્તકે ધારણ કરી રાખે છે. ઉત્તમ ગુણવાન વસ્તુને જગત મસ્તકે ધારણ કરે છે. મોક્ષ સર્વોત્તમ છે માટે સૌથી ઉ૫૨ છે. મોક્ષમાં અનંતજ્ઞાનાદિ ક્ષાયિક ગુણોની પૂર્ણતા છે તથા તેની ઉપર કોઈ બીજું સ્થાન નથી. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માઓ પોતપોતાના સ્વભાવ-સુખનો અનુભવ કરતા અનંતકાળ સુધી ત્યાં વિરાજમાન રહે છે. કોઈ દિવસે ત્યાંથી પાછા આવતા નથી. કારણ કે સંસાર પરિભ્રમણનાં કારણરૂપ એવા રાગદ્વેષાદિ ભાવોનો તેમને સર્વથા અભાવ થઈ ગયો છે. રાગદ્વેષના અભાવમાં અવતાર લેવાનું તેમને કંઈ કારણ રહ્યું નથી.
જ્યાં સુધી રાગદ્વેષ અને મોહ છે ત્યાં સુધી જ સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં દુ:ખ છે, જન્મ-મરણાદિ સર્વ દુ:ખથી આત્યંતિક મુક્તિ થવાથી મોક્ષને ઉત્તમ કહીએ છીએ પણ મોક્ષ થયા પછી પણ જો જન્મ-મરણ ન ટળે તો તે મોક્ષ શા કામનો ?
કેટલાંક દર્શનો મોક્ષને ગુણોના અભાવરૂપ કહે છે, તેનો અત્રે નિષેધ કરે છે કે મોક્ષમાં ઇન્દ્રિયજનિત ગુણોનો અભાવ છે પણ કેવલજ્ઞાનાદિ અનંત ગુણોનો ત્યાં અભાવ નથી. પ્રદીપ-નિર્વાણની સમાન જીવના અભાવરૂપ મોક્ષ નથી એટલે મોક્ષ શૂન્યરૂપ નથી. કારણ કે જો જીવનો અભાવ થાય તો મોક્ષ કોનો થાય ? માટે જીવની વિશુદ્ધિરૂપ મોક્ષ છે. સુપ્ત અવસ્થાની સમાન સુખજ્ઞાનથી રહિત પણ મોક્ષ નથી. પણ મોક્ષમાં અનંત જ્ઞાન અને અનંત સુખ છે. જીવ જ્યાં કર્મથી મુક્ત થાય છે ત્યાં જ રહે છે એમ પણ કોઈ માને છે તે યોગ્ય નથી. કર્મબંધનોનો સર્વથા નાશ થવાથી ઊર્ધ્વસ્વભાવી આત્મા સિદ્ધાલયમાં જઈ વિરાજમાન થાય છે. ત્યાં શુદ્ધ સહજ આત્મસ્વભાવજન્ય અનંત અપાર અતીન્દ્રિય જ્ઞાન, દર્શન, સુખ આદિ અનંત આત્મિક ઐશ્વર્યથી પરિપૂર્ણ અનંત સુખામૃત રસના આસ્વાદમાં સદાય વિલસતા સર્વકાળ અત્યંત વિરાજે છે. ૬
મોક્ષમાં ૫૨મ સુખ છે
उत्तमु सुक्खु ण देइ जइ उत्तमु मुक्खु ण होइ ।
तो किं सयलु वि कालु जिय सिद्ध वि सेवहिं सोइ ।। ७ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com