________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
હે જીવ, એક જ્ઞાનમય આત્મા સિવાય, જે અન્ય પર ભાવ છે તેનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભાવના કર.
કેવલજ્ઞાનાદિ અનંતગુણોનો અખંડ પિંડ એવો આ આત્મા છે, તે જ પોતાનો છે, તેથી મિથ્યાત્વ આદિ પર ભાવ તજીને એક કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની પ્રગટતારૂપ કાર્ય-સમય-સારનો સાધક જે અભેદ રત્નત્રયરૂપ કારણ-સમયસાર છે, તેમાં પરિણમેલો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૪ આત્મા સર્વ દોષોથી રહિત છે
अट्ठहँ कम्महँ बाहिरउ सयलहँ दोसहँ चत्तु। दंसण-णाण-चरित्तमउ अप्पा भावि णिरुत्तु।।७५।। अष्टभ्यः कर्मभ्यः बाह्यं सकलैः दोषैः त्यक्तम्। दर्शनज्ञानचारित्रमयं आत्मानं भावय निश्चितम्।। ७५ ।। આઠ કર્મથી ભિન્ન જે, સકલ દોષ-વિરહિત;
દર્શન જ્ઞાન ચરણમયી, નિજાત્મ ચિંતવ ચિત્ત. ૭૫ નિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી રહિત, મિથ્યાત્વ આદિ સર્વ જાતના વિકારોથી રહિત તથા શુદ્ધોપયોગથી અભિન્ન સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રસ્વરૂપ પોતાના આત્માને તું નિશ્ચયથી નિશ્ચિતપણે ભાવ, ચિંતવ.
જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની અભિલાષારૂપ નિદાન બંધાદિ વિભાવભાવને તજીને તું નિજ શુદ્ધ સહુજાત્મસ્વરૂપનું ધ્યાન કર. ઉપાયભૂત મોક્ષસુખથી અભિન્ન તથા દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભિન્ન એવો જે સહજ શુદ્ધાત્મા છે તે જ અભેદ રત્નત્રયમાં પરિણમેલા ભવ્ય જીવોને સર્વથા ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૭૫ નિશ્ચય સમ્યગ્દષ્ટિનું લક્ષણ કહે છે
अप्पिं अप्पु मुणंतु जिउ सम्मादिट्ठी हवेइ। सम्माइट्ठिउ जीवडउ लहु कम्मइँ मुच्चेइ।।७६।। आत्मना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति। सम्यग्दृष्टि: जीव: लघु कर्मणा मुच्यते।। ७६ ।। સ્વ-થી સ્વ-ને જીવ જાણતાં, સમ્યગ્દષ્ટિ થાય; સમ્યગ્દષ્ટિ જીવ તો, કર્મમુક્ત ઝટ થાય. ૭૬
આત્માને આત્મા વડ જાણતો આ જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ જીવ કર્મથી શીઘ્ર મુકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com