________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
શુકલધ્યાન કરવા યોગ્ય સામગ્રી જીવને મળે છે તેથી ધર્મધ્યાન જીવને મહાન ઉપકારી છે. ૯૭
શુદ્ધાત્મ-ભાવનાની મુખ્યતા બતાવે છે
अप्पा णिय-मणि णिम्मलउ णियमें वसइ ण जासु। सत्थ-पुराण तव-चरणु मुक्खु वि करहिं कि तासु।। ९८ ।। आत्मा निजमनसि निर्मलः नियमेन वसति न यस्य। शास्त्रपुराणानि तपश्चरणं मोक्षं अति कुर्वन्ति किं तस्य।। ९८ ।। આત્મા નિર્મળ નિજ મને, વસે ન નિયમે જ્યાંય; શાસ્ત્ર-પુરાણો તપવિધિ, કરે મોક્ષ શું ત્યાંય? ૯૮
જેના પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ-પવિત્ર આત્મા નિવાસ નથી કરતો તે જીવને શાસ્ત્ર-પુરાણ તથા તપસ્યા આદિ શું મોક્ષ આપી શકે? અર્થાત્ ન જ આપી શકે.
વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શુદ્ધાત્મ-ભાવના જેના હૃદયમાં નથી તેને શાસ્ત્ર-જ્ઞાન, પુરાણવાંચન તથા તપ આદિ સર્વ નિરર્થક છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું ઉપર કહેલાં સાધનો તદ્દન નિરર્થક છે કે કંઈ પણ ફળ આપે છે? ગુરુદેવ તેનું સમાધાન કરે છે કે બાહ્ય ધાર્મિક સાધનો તદ્દન નકામાં નથી, પણ શુદ્ધાત્માની ભાવના રાખીને આ સાધનો કરવામાં આવ્યાં હોય તો મોક્ષનાં બાહ્ય સહકારીકારણ થાય છે. અન્યથા આ સાધનોથી જીવ પુણ્યબંધ કર્યા કરે છે. મિથ્યાત્વ કષાય આદિ સહિત જે જે સાધનો કરવામાં આવે છે તે પાપબંધનાં પણ કારણ બને. જેમકે રુદ્ર ઇત્યાદિ વિદ્યાનુવાદનામક દશમું પૂર્વ ભણીને પણ ભ્રષ્ટ થઈ જાય છે. ૯૮
આત્મા જાણવાથી સર્વ જણાય છે
जोइय अप्पें जाणिएण जगु जाणियउ हवेइ। अप्पइँ केरइ भावडइ बिंबिउ जेण वसेइ।। ९९ ।। योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति। आत्मनः संबन्धिनि भावे बिम्बितं येन वसति।।९९ ।। યોગિન, જાણ્યો આતમા, તો જાણ્યું જગ સર્વ;
આતમભાવ વિષે લસે, પ્રતિબિંબિત જગ સર્વ. ૯૯
હે યોગી, એક પોતાના આત્માને જાણવાથી ત્રણે જગત જણાય છે, કારણ કે આત્માના સ્વભાવરૂપ કેવલજ્ઞાનમાં આ સર્વ લોક પ્રતિબિંબત થઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com