________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
પોતાનો શુદ્ધાત્મા જ્ઞાન વડે જણાય છે. મતિજ્ઞાનાદિ વિકલ્પોથી રહિત તથા પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય એવું જે પરમપદ તે જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે. તે પરમપદને સ્વસંવેદન જ્ઞાન વડે જાણ્યા સિવાય અનેક પ્રકારનાં સાધનોથી જીવ મોક્ષ પામતો નથી. સમયસારમાં કહ્યું છે કે
णाणगुणेहिं विहीणा एदं तु पदं बहूवि ण लहंति।
तं गिण्ह सुपदमेदं जइ इच्छसि दुक्खपरिमोक्खं ।। સમ્યજ્ઞાન રહિત જીવો ઘણાં કષ્ટ સહન કરવા છતાં શુદ્ધસહજાત્મરૂપ બ્રહ્મપદને પામતા નથી, માટે જો તું સંસારનાં દુ:ખોથી છૂટવાની ઇચ્છા રાખતો હોય તો આત્મજ્ઞાન વડે સ્વપદને પ્રાપ્ત કર.
જે જીવ ધર્મ, અર્થ, કામાદિ સર્વ પરદ્રવ્યની ઇચ્છાઓનો વિરોધ કરી પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સુખ અમૃતમાં તૃત થાય છે, તેમાં જ એકાગ્ર થાય છે, તે જ નિષ્પરિગ્રહી છે, નિર્ચન્થ છે તથા તે જ પોતાના આત્માને જાણનાર છે.
સમયસારમાં કહ્યું છે કે
अपरिग्गहो अणिच्छो भणिओ णाणी दु णिच्छदे धम्म।
अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।।
ઇચ્છારહિતને અપરિગ્રહી કહ્યો છે. જ્ઞાની અપરિગ્રહી છે, તે ધર્મને પણ ઇચ્છતા નથી. અર્થાત્ જેને વ્યવહારધર્મની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાની માત્ર જ્ઞાતા છે. ૧૦૭
णाणिय णाणिउ णाणिएण णाणिउँ जा ण मुणेहि। ता अण्णाणिं णाणमउँ किं पर बंभु लहेहि।।१०८ ।। ज्ञानिन् ज्ञानी ज्ञानिना ज्ञानिनं यावत् न जानासि। तावद् अज्ञानेन ज्ञानमयं किं परं ब्रह्म लभसे।। १०८ ।। જ્ઞાનિન, શાને જ્ઞાનીને, જ્ઞાની જો તું ન જાણ;
તો અજ્ઞાને જ્ઞાનમય, શી પરબ્રહ્મ પિછાણ. ૧૦૮
હે જ્ઞાની, જ્ઞાનવાનું પોતાનો આત્મા સમ્યજ્ઞાન વડ જ્ઞાનલક્ષણવાળા આત્માને જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી અજ્ઞાની હોવાથી જ્ઞાનમય પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપને શું પામી શકે? અર્થાત્ કદી ન પામી શકે. આત્માની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થઈ શકે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com