________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
છે. સંસાર અવસ્થામાં આત્મા કર્મને લીધે સંકોચ-વિસ્તાર પામ્યા કરે છે. માટે જે કોઈ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા આદિ સમસ્ત વિકલ્પ સમુદાયનો ત્યાગ કરીને જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તે પુરુષ જ્ઞાનથી અભિન્ન હોવાથી જ્ઞાનમય અથવા જ્ઞાન કહેવાય છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી.
કહ્યું છે કે" आभिणिसुदोहिमणकेवलं च होदि एगमेव पदं।
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं लहदि।। મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય તથા કેવલજ્ઞાનમાં એક આત્મા જ છે, એમ જે કોઈ પરમાર્થને જાણે છે, તે નિર્વાણ પામે છે. આત્મા જ પરમ અર્થ એટલે ઉત્તમ પદાર્થ છે, તેને જાણીને જીવ નિર્વાણ પામે છે. ૧૦૫
अप्पहँ जे वि विभिण्ण वढ ते वि हवंति ण णाणु। ते तुहुँ तिण्णि वि परिहरिवि णियमिं अप्पु वियाणु।। १०६ ।। आत्मनः ये अपि विभिन्ना वत्स तेऽपि भवन्ति न ज्ञानम्। तान् त्वं त्रीण्यपि परिहृत्य नियमेन आत्मानं विजानीहि।। १०६ ।। આત્માથી જે ભિન્ન છે, વત્સ કદી નહિ જ્ઞાન; તજી તું તે ત્રણેયને, નિયમે આત્મા જાણ. ૧૦૬
હે શિષ્ય, જે ભાવો આત્માથી જુદા છે, તે જ્ઞાનરૂપ નથી. માટે તું ધર્મ, અર્થ અને કામ એ ત્રણને તજીને નિયમથી એક આત્માને જાણ.
સંપૂર્ણ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ પરમાત્મ પદાર્થથી નિશ્ચયનયથી ભિન્ન એવા ધર્મ, અર્થ અને કામને તજીને તથા વીતરાગ સ્વસંવેદન લક્ષણવાળી શુદ્ધાત્માનુભૂતિના જ્ઞાનમાં સ્થિર થઈને પવિત્ર આત્માને જાણ. ૧૦૬
अप्पा णाणहँ गम्मु पर णाणु वियाणइ जेण। तिण्णि वि मिल्लिवि जाणि तुहुँ अप्पा णाणे तेण।।१०७।। आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन। त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं आत्मानं ज्ञानेन तेन।। १०७।। જ્ઞાનગમ્ય આત્મા ખરે, કારણ, જાણે જ્ઞાન;
તજી જીવ ત્રણેયને, જ્ઞાને આત્મા જાણ. ૧૦૭ આત્મા નિયમથી જ્ઞાનનો વિષય છે, કારણ કે જ્ઞાન જ આત્માને જાણે છે. તેથી હે પ્રભાકર, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ ભાવોને મૂકીને જ્ઞાન વડે પોતાના આત્માને જાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com