________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યાન સંબંધી સુખને કહે છે
जं सिव-दंसणि परम-सुहु पावहि झाणु करंतु। तं सुहु भुवण वि अत्थि णवि मेल्लिवि देउ अणंतु।। ११६ ।। यत् शिव-दर्शने परमसुखं प्राप्नोषि ध्यानं कुर्वन् । तत् सुखं भुवनेऽपि अस्ति नैव मुक्त्वा देवं अनन्तम्।। ११६ ।। સ્વાત્મદર્શને સુખ પરમ, કરતાં ધ્યાન પમાય;
તે સુખ ત્રિભુવનમાંય ના, જિન અનંત સિવાય. ૧૧૬
ધ્યાન કરતાં શિવદર્શન-એટલે પોતાના શુદ્ધાત્મદર્શનમાં તું જે પરમ સુખ પામે છે, તે સુખ ત્રણે લોકમાં એક પરમાત્મા સિવાય અન્ય દ્રવ્યમાં નથી. શિવદર્શનનો અર્થ આત્મદર્શન છે.
શિવ નામ કલ્યાણનું છે અને જ્ઞાન સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા જ કલ્યાણરૂપ છે. તેનાં દર્શન-એટલે અનુભવમાં જે કોઈ અપૂર્વ આનંદ આવે છે તેવો આનંદ એક પરમાત્મા સિવાય અન્યત્ર ક્યાંય નથી. પરમ સમાધિમાં સ્થિત રહેલા મહાત્માઓ તે સુખનો અનુભવ લે છે. અનંત ગુણરૂપ આત્મતત્વને જાણ્યા વગર ઇન્દ્રોને પણ તે સુખ નથી. માટે રાગદ્વેષનો ત્યાગ કરીને નિજ નિર્મળ પરમાત્મતત્ત્વની ભાવના કરવાથી આત્માને અતીન્દ્રિય આકુળતા રહિત પરમ સુખ પ્રગટે છે. સંસારનું ઈન્દ્રિયજન્ય સુખ તો આકુળતાવાળું છે. આત્મા જ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ-શિવ છે. ૧૧૬ મહાત્માઓ ધ્યાનથી અપાર સુખ પામે છે
जं मुणि लहइ अणंत-सुहु णिय-अप्पा झायंतु। तं सुहु इंदु वि णवि लहइ देविहिं कोडि रमंतु।।११७।। यत् मुनिः लभते अनन्तसुखं निजात्मानं ध्यायन्। तत् सुखं इन्द्रोऽपि नैव लभते देवीनां कोटि रम्यमाणः।। ११७ ।। મુનિ ધ્યાતાં નિજ આત્મને, જે સુખ લહે અનંત;
લહે ન તે સુખ ઈન્દ્ર પણ, કોટિ-દેવી-વિલસંત. ૧૧૭
પોતાના આત્માનું ધ્યાન કરતા મહામુનિઓ જે અનંત સુખ પામે છે તે સુખ કરોડો દેવાંગના સાથે ક્રિીડા કરતો ઇન્દ્ર પણ પામતો નથી.
બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહુજાત્મ સ્વરૂપમાં લીન થયેલા મહામુનિને જેવો આનંદ અનુભવાય છે તેવો આનંદ ઇન્દ્રાદિને પણ હોતો નથી.
એક શાસ્ત્રમાં કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com