________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૬૯
ज्ञानं प्रकाशय परमं मम किं अन्येन बहुना । येन निजात्मा ज्ञायते स्वामिन् एकक्षणेन ।। १०४ ।।
જે જ્ઞાને ક્ષણ એકમાં, સ્વામિ, જણાય નિજાત્મ; પ્રવ૨ પ્રકાશો જ્ઞાન મુજ, બહુ અન્યનું શું કામ ? ૧૦૪
હે સ્વામી, જે જ્ઞાનથી ક્ષણમાત્રમાં પોતાનો આત્મા જણાય છે તે પરમ જ્ઞાનનો મને પ્રકાશ (ઉપદેશ ) કરો. બીજા ઘણા વિકલ્પોથી શું કામ છે?
હે ભગવાન! જે સ્વસંવેદન જ્ઞાને કરીને ક્ષણમાત્રમાં શુદ્ધબુદ્ધ સ્વભાવવાળો પોતાનો આત્મા જણાય છે તે જ્ઞાનનો મને ઉપદેશ કરો. અન્ય વિકલ્પોથી શો લાભ ? કારણ કે બીજા વિકલ્પો રાગાદિ વિભાવભાવને વધારનારા છે. જે મિથ્યાત્વ રાગાદિ વિકલ્પરહિત જ્ઞાનથી અંતર્મુહૂર્તમાં પરમાત્મા જણાય છે તે જ જ્ઞાન ઉપાદેય છે. ૧૦૪
अप्पा णाणु मुणेहि तुहुँ जो जाणइ अप्पाणु । નીવ-પસર્દિ તિત્તિકણ, ખાનેં નયન-પવાનુ || ૬૦૬ || आत्मानं ज्ञानं मन्यस्व त्वं यः जानाति आत्मानम् । जीवप्रदेशैः तावन्मात्रं ज्ञानेन गगनप्रमाणम्।। १०५।। જાણે આત્મા જેહ તે, જ્ઞાન આતમા માન; જીવપ્રદેશે લોકમિત, જ્ઞાને ગગન-પ્રમાણ. ૧૦૫
જે આત્મા પોતાને પોતાના પ્રદેશોની અપેક્ષાએ લોક-પ્રમાણ ( અસંખ્યાત પ્રદેશી ) તથા જ્ઞાનની અપેક્ષાએ આકાશ-પ્રમાણ જાણે તે આત્માને તું જ્ઞાન જાણ. “નીવપસિંહ વેદ સમુ” એવો પણ પાઠ છે તો તેનો અર્થ આ પ્રમાણે છે કે આત્મા નિશ્ચયનયથી લોકપ્રમાણ છે તોપણ વ્યવહારનયથી સંકોચ વિસ્તારના સ્વભાવવાળો હોવાથી શ૨ી૨પ્રમાણ છે. અર્થાત્ જીવને જે શરીર મળે છે તે શરીર-પ્રમાણ છે.
નિશ્ચયનયથી આત્મા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા કેવલજ્ઞાનથી અભિન્ન છે. આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. જેમ આખા પદાર્થને જોવાથી એક પ્રકારે પદાર્થમાં વ્યાપક કહેવાય છે તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી વ્યવહારનયથી વ્યાપક કહેવાય છે. પદાર્થોને જાણવા છતાં જ્ઞાન તે જ્ઞાનરૂપે તથા પદાર્થ તે પદાર્થરૂપે જ રહે છે. જ્ઞાન પદાર્થોમાં જતું નથી તેમ પદાર્થો પણ જ્ઞાનમાં આવતા નથી. નિશ્ચયથી આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે, તોપણ વ્યવહારનયથી પ્રાપ્ત સ્વદેહ–પ્રમાણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com