________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ પૂર્વકથનને દષ્ટાંતપૂર્વક કહે છે
तारा-यण जलि बिंबियउ, णिम्मलि दीसइ जेम। अप्पए णिम्मलि बिंबियउ लोयालोउ वि तेम।। १०२।। तारागणः जले बिंबितः निर्मले दृश्यते यथा। आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा।। १०२।। તારાગણ બિંબિત દીસે, નિર્મળ જળમાં જેમ;
લોકાલોક પ્રગટ દીસે, વિમલ આત્મમાં તેમ. ૧૦૨
જેમ તારાઓના સમુદાય નિર્મળ જળમાં પ્રતિબિંબિત થઈને પ્રત્યક્ષ દેખાય છે, તેમ નિર્મળ આત્મામાં સમસ્ત લોકાલોક પ્રતિબિંબિત થાય છે.
મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાળરહિત એવા નિર્મળ આત્મામાં સર્વ વિશ્વ પ્રતિબિંબિત થઈને દેખાય છે. જે સર્વને જાણે-જુએ છે તે આત્મા છે, તથા તે જ ઉપાદેય છે. પૂર્વોક્ત સિદ્ધાંતને દઢ કરવા માટે આ દષ્ટાંત આપ્યું છે. ૧૦૨ આત્મા સર્વને જાણનાર છે
अप्पु वि परु वि वियाणियइँ जे अप्पें मुणिएण। सो णिय-अप्पा जाणि तुहँ जोइय णाण-बलेण।।१०३।। आत्मापि परः अपि विज्ञायते येन आत्मना विज्ञातेन। तं निजात्मानं जानीहि त्वं योगिन् ज्ञानबलेन।।१०३ ।। નિજ ત્યમ સૌ પર જાણીએ, જાણે જે નિજ આત્મ,
યોગિન, જ્ઞાન-બળે તું તે, જાણ એક નિજ આત્મ. ૧૦૩
જે આત્માને જાણવાથી સ્વ તથા પરપદાર્થો જણાય છે તે પોતાના આત્માને હે યોગી, તું આત્મજ્ઞાનના બળ વડ જાણે.
વીતરાગ સદા એક આનંદસ્વરૂપ આત્માને જાણવાથી બીજા પદાર્થો પણ જણાય છે. માટે હે યોગી, રાગદ્વેષ આદિ વિકલ્પોનો ત્યાગ કરી એક શુદ્ધાત્મામાં લીન થવાનો પુરુષાર્થ કરો. આ જગતમાં એક સંવેદન (પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ) જ્ઞાન જ સાર છે. ૧૦૩
णाणु पयासहि परमु महु किं अण्णे बहुएण। जेण णियप्पा जाणियइ सामिय एक्क-खणेण।। १०४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com