________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એવા સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે...” ૯૯
-શ્રીમદ્ રાજચંદ્ર अप्प-सहावि परिट्ठियहँ एहउ होइ विसेसु। दीसइ अप्प-सहावि लहु लोयालोउ असेसु।। १०० ।। आत्मस्वभावे प्रतिष्ठितानां एष भवति विशेषः। दृश्यते आत्मस्वभावे लघु लोकालोकः अशेषः।। १०० ।। આત્મસ્વભાવે લીનને, જાણો એહ વિશેષ;
આત્મસ્વભાવે ઝટ દીસે, લોકાલોક અશેષ. ૧૦૦
આત્મસ્વભાવમાં લીન થયેલા મહાપુરુષોની આ વિશેષતા છે કે તેના આત્મસ્વભાવમાં સમસ્ત લોકાલોક શીધ્ર જ દેખાય છે અથવા પાઠાંતર “ વીસટ્ટ 3qસ૬/૩ સંદુ છે. એનો અર્થ એવો છે કે પોતાનો સ્વભાવ શીધ્ર દેખાય છે.
આત્મસ્વભાવને જોવાથી સમસ્ત લોકાલોક દેખાય છે. એ આત્મશક્તિનો પ્રભાવ છે. ૧OO
अप्पु पयासइ अप्पु परु जिम अंबरि रवि-राउ। जोइय एत्थु म भंति करि एहउ वत्थु-सहाउ।।१०१ ।। आत्मा प्रकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन्, अत्र मा भ्रान्तिं कुरु एष वस्तुस्वभावः।। १०१।। ગગને રવિવત્ આતમા, અપર પ્રકાશે ભાવ; યોગિન, અહીં કર ભ્રાંતિના, એવો વસ્તુસ્વભાવ. ૧૦૧
જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરપદાર્થોને પ્રકાશે છે તેમ આત્મા પોતાને તથા અન્ય પદાર્થોને પ્રકાશે છે, જાણે છે. હે યોગી, એમાં ભ્રાંતિ કરીશ નહિ; વસ્તુનો એવો સ્વભાવ છે.
જેમ મેઘરહિત આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને તથા પરને પ્રકાશે છે તેમ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ મોહરૂપી મેઘસમૂહનો નાશ કરી આત્મા મુનિઅવસ્થામાં વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી પોતાને તથા પરને અંશે પ્રકાશે છે, અને કેવલજ્ઞાન અવસ્થામાં સર્વ પદાર્થોને એક સમયમાં સર્વાશે પ્રકાશે છે. આવો આત્માનો સ્વભાવ છે, એમાં સંદેહ કરવા યોગ્ય નથી. ૧૦૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com