________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૩
વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આ આત્મા પોતાના સ્વરૂપને અનુભવતો વીતરાગ સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિ થવાથી જ્ઞાનાવરણાદિ કર્મસમુદાય આત્માથી છૂટવા લાગે છે અને તે શીઘ્ર કર્મથી મુકાય છે. માટે વીતરાગ ચારિત્રને અનુકૂલ તથા શુદ્ધાત્માનુભૂતિરૂપ એવું જે વીતરાગ સમ્યગ્દર્શન છે તે જ ધ્યાનને યોગ્ય છે.
શ્રીમાન કુંદકુંદાચાર્યે પણ ‘મોક્ષપાહુડ' ગ્રંથમાં વીતરાગ સમ્યક્ત્વનું આ પ્રમાણે લક્ષણ કહ્યું છે
सद्दव्वरओ समणो सम्मादिट्ठी हवेइ णियमेण । सम्मत्तपरिणदो उण खयेइ दुट्ठट्ठकम्माइँ । ।
પોતાના આત્મદ્રવ્યમાં રક્ત થયેલો શ્રમણ નિયમથી સમ્યગ્દષ્ટિ થાય છે તથા તે સમ્યક્ત્વમાં પરિણમેલો આત્મા આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો ક્ષય કરે છે. ૭૬
મિથ્યાદષ્ટિના લક્ષણ પ્રગટ કરે છે
पज्जय-रत्तउ जीवडउ मिच्छादिट्ठि बंधइ बहु-विह-कम्मडा जें संसारु पर्याय रक्तो નીવ मिथ्यादृष्टिः बध्नाति बहुविधकर्माणि येन संसारं પર્યાયે જીવ રક્ત તે, મિથ્યાદષ્ટિ ગણાય; બાંધે બહુવિધ કર્મને, તેથી ભમે ભવમાંય. ૭૭
हवेइ ।
भमेइ ।। ७७ ।।
ભવતિા
भ्रमति ।। ७७ ।।
નર-નારકાદિ પર્યાય( અવસ્થા )માં રક્ત થયેલો જીવ મિથ્યાદષ્ટિ થાય છે, અને અનેક પ્રકારના કર્મ બાંધે છે, જેથી ઘણા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
પ૨માત્માની અનુભૂતિ (અનુભવ) ની શ્રદ્ધાથી વિમુખ થઈ, આઠ મદ, છ અનાયતન તથા ત્રણ મૂઢતાઓમાં લીન થયેલો જીવ મિથ્યાદષ્ટિ છે. તે નર-નારકાદિ પર્યાયોમાં રક્ત રહે છે. એટલે તે પર્યાયોમાં મમત્વ કરી રાગદ્વેષ કર્યા કરે છે અને તેથી કર્મ બાંધી બાંધી સંસારમાં રઝળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવના ભેદથી સંસાર પાંચ પ્રકારે છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जो पज्जसु णिरदा जीवा पर समइग त्तिणिद्दिट्ठा । आदसहावम्मि ठिदा ते सगसमया मुणेयव्वा ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com