________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
નથી અને બીજુ કોઈ ચારિત્ર નથી એમ તું જાણ.
દ્રવ્ય, પાંચ અસ્તિકાય તથા નવ પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે, તે બેયમાં કાર્ય-કારણ અથવા સાધ્યસાધક સંબંધ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાધ્ય તથા વ્યવહાર સમ્યગ્દર્શન સાધક છે. વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો શુદ્ધસહજાત્મા જ ઉપાદેય છે, એવી રુચિમાં પરિણમેલો શુદ્ધાત્મા નિશ્ચય સમ્યગ્દર્શન છે. સ્વસંવેદનજ્ઞાનનું સાધક એવું શાસ્ત્રજ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, તોપણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. સાધુના અઠ્ઠાવીસ મૂલગુણોનું તથા ચોરાસી લાખ ઉત્તરગુણોનું જે પાલન છે તે વ્યવહારથી ચારિત્ર કહેવાય છે, પણ શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ ચારિત્રમાં પરિણમેલો નિશુદ્ધાત્મા જ નિશ્ચયથી ચારિત્ર છે. માટે નિજ શુદ્ધાત્મસ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નથી. આ આત્મા જ એ ત્રણમય છે. માટે અભેદ રત્નત્રયમાં પરિણમેલો પરમાત્મા જ ઉપાદેય છે એમ તાત્પર્યાર્થ છે. ૯૪
અશુદ્ધાત્મા જ નિશ્ચય તીર્થ, નિશ્ચય ગુરુ અને નિશ્ચય દેવ છે એમ
अण्णु जि तित्थु म जाहि जिय अण्णु जि गुरुउ म सेवि। अण्णु जि देउ म चिंति तुहुँ, अप्पा विमलु मुएवि।।९५ ।। अन्यद् एव तीर्थं मा याहि जीव अन्यद् एव गुरुं सेवख। अन्यद् एव देवं मा चिन्तय त्वं आत्मानं विमलं मुक्त्वा ।। ९५ ।। અન્ય તીર્થ જીવ જા નહિ, અન્ય ગુરુ ના સેવ; ચિન્તવ દેવ ન અન્ય કો, તજી સહુજાતમ એવ. ૯૫
હે જીવ, એક શુદ્ધ સહજાત્માને તજીને બીજા તીર્થમાં તું જઈશ નહિ, બીજા ગુરુને સેવીશ નહિ અને બીજા દેવનું ધ્યાન કરીશ નહિ, પોતાનો શુદ્ધ સહજાત્મા જ પરમ તીર્થ છે, ત્યાં રમણતા કર. શુદ્ધ સહજાત્મા જ ગુરુ છે, તેની સેવા કર અને શુદ્ધ સહજાત્મા જ દેવ છે તેની આરાધના કર.
જોકે વ્યવહારનયથી ભગવાનનાં નિર્વાણ સ્થાન, ચૈત્ય, ત્યાલય આદિ તીર્થરૂપ છે, કારણ કે ત્યાં જવાથી તીર્થભૂત મહાપુરુષોના ગુણોનું સ્મરણ થાય છે અને આત્માને એક અલૌકિક શાંતિ મળે છે, તોપણ નિશ્ચયથી તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિછિદ્ર વહાણ વડે સંસારરૂપ સાગરને તરવામાં સમર્થ એવો પોતાનો જે આત્મા છે, તે જ તીર્થ છે. તેનો આધાર લેવાથી આત્મા પરમ તત્ત્વને પામે છે તેથી નિશ્ચયથી આત્મા જ તીર્થરૂપ છે. વ્યવહારથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com