________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૬૧
આત્માના માને છે. સમ્યગ્દષ્ટિ સ્વાત્મામાં સ્થિત થઈને પરને ૫૨ જાણે છે. ૯૨ આત્મા પુણ્યપાપાદિરૂપ નથી તો કેવો છે? શ્રી ગુરુ સમાધાન કરે છે
अप्पा संजमु सीलु तउ अप्पा दंसणु णाणु । अप्पा सासय- मोक्ख-पउ जाणतउ अप्पाणु ।। ९३ ।। आत्मा संयमः शील तपः आत्मा दर्शनं ज्ञानम् । शाश्वतमोक्षपदं जानन् આત્માનમ્।। ૧૩||
आत्मा
આત્મા સંયમ શીલ તપ આત્મા દર્શન, જ્ઞાન; આત્મા શાશ્વત મોક્ષ પદ, જો કરી આત્મપિછાણ. ૯૩
આત્મા સંયમ છે, આત્મા શીલ છે, આત્મા તપ છે, આત્મા જ્ઞાન અને દર્શનસ્વરૂપ અને પોતાને અનુભવતો આત્મા અવિનાશી શાશ્વત સુખસ્વરૂપ મોક્ષપદરૂપ છે.
પાંચ ઇન્દ્રિય ને મનને રોકવું તથા છ કાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંયમ છે અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહાર શીલ છે અને અંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરવો તે નિશ્ચયથી અંતરંગ શીલ છે. એ અંતરંગ શીલ આત્મા છે, અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે અને અંતરંગમાં સમસ્ત ૫૨દ્રવ્યોની ઇચ્છાનો નિરોધ કરીને આત્મસ્વભાવમાં રહેવું તે અત્યંતર તપ છે તથા તેથી સમસ્ત વિભાવ-ભાવ જિતાય છે. તે તપરૂપ આત્મા છે. નિજ શુદ્ધાત્મસ્વરૂપ એ જ ઉપાદેય છે એવી જે રુચિ તે સમ્યક્ત્વ છે, તે પણ આત્મા છે, વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે, કારણ આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. આમ નિજ શુદ્ધ પરમાત્મ સ્વભાવમાં ૫૨મ સમરસીભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષમાર્ગ છે અને ઉપાદેયરૂપ અતીન્દ્રિયસુખનો સાધક હોવાથી આત્મા જ ઉપાદેય છે. ૯૩
अणु जि दंसणु अत्थि ण वि अण्णु जि अत्थि ण णाणु । अण्णु जि चरणु ण अत्थि जिय मेल्लिवि अप्पा जाणु ।। ९४ ।। अन्यद् एव दर्शनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानम् । अन्यद् एव चरणं न अस्ति जीव मुक्तत्वा आत्मानं जानीहि।। ९४।। અન્ય જ દર્શન છે નહિ, અન્ય જ છે નહિ જ્ઞાન; અન્ય જ નહિ ચારિત્ર પણ, આત્મા વિણ જીવ જાણ. ૯૪ હે જીવ, આત્મા સિવાય બીજું કોઈ દર્શન નથી, બીજું કોઈ જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com