________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
જે જીવ પર્યાયમાં આસક્ત છે તે પરસમયી (અજ્ઞાની) છે તથા જે આત્મસ્વભાવમાં સ્થિત છે તેને સ્વ-સમયી જાણવો. મોક્ષ પ્રાભૂતમાં મિથ્યાષ્ટિનાં લક્ષણ આ પ્રમાણે કહ્યાં છે
जे पुणु परदव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो उण बज्झदि दुट्ठट्ठकम्मेहिं।।
જે પરદ્રવ્યમાં આસક્ત છે તે સાધુ મિથ્યાદષ્ટિ છે અને મિથ્યાત્વમાં પરિણમેલો તે જીવ દુષ્ટ એવાં આઠ કર્મને બાંધે છે. માટે વીતરાગ સમ્યગ્દર્શન ઉપાદેય છે અને મિથ્યાત્વ સર્વથા હેય છે. ૭૭. કર્મશક્તિને પ્રગટ કરે છે
कम्मइँ दिढ-घण-चिक्कणइँ गरुवइँ वज्ज-समा। णाण-वियक्खणु जीवडउ उप्पहि पाडहिं ताइँ।। ७८।। कर्माणि दृढ-घनचिक्कणानि गुरुकानि वज्रसमानि। ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि।। ७८ ।। કર્મો દઢ ઘન ચીકણાં, ભારી વજા સમાન;
જ્ઞાન-પ્રવીણ જીવનેય તે, પાડે વિપશે જાણ. ૭૮
બળવાન, ઘન, ચીકણાં તથા વજ સમાન ભાગે એવાં જ્ઞાનાવરણાદિ કર્મો જ્ઞાનવાન આ આત્માને ઉન્માર્ગમાં ( ખોટા માર્ગમાં) પાડે છે.
ઢ એટલે બળવાન, ઘન એટલે સજ્જડ ગાઢ, ચીકણાં એટલે અત્યંત કઠિનતાથી દૂર થઈ શકે એવાં, ગુરુ-એટલે જે સહજમાં નાશ ન થઈ શકે એવાં મહાન અને વજ જેવાં એટલે વજ જેમ અભેદ્ય છે તેમ અભેદ્ય, એવા કર્મો જ્ઞાન ઉપર આવરણ કરીને કેવલજ્ઞાન સ્વભાવવાળા આ આત્માને સંસારરૂપ ઉન્માર્ગમાં પરિભ્રમણ કરાવે છે. માટે અભેદ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ઉપાદેય છે. ૭૮ મિથ્યાત્વને લીધે જીવ તત્ત્વને વિપરીત માને છે
जिउ मिच्छतें परिणमिउ विवरिउ तच्चु मुणेइ। कम्म-विणिम्मिय भावडा ते अप्पाणु भणेइ।। ७९।। जीवः मिथ्यात्वेन परिणतः विपरीतं तत्त्वं मनुते। कर्मविनिर्मितान् भावान् तान् आत्मानं भणंति।। ७९ ।। જીવ મિથ્યાત્વે પરિણમ્યો, માને વિપરીત તત્ત્વ; કર્મવિનિર્મિત ભાવને, ગણે નિજાતમ તત્ત્વ. ૭૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com