________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
મિથ્યાદર્શનમાં પરિણમેલો આ આત્મા જીવાદિ તત્ત્વોને અન્યથા માને છે–એટલે વિપરીત શ્રદ્ધા છે. તેથી જીવ કર્યજનિતભાવને તથા શરીર આદિ પરપદાર્થોને પોતાના કહે છે. તે મિથ્યાદષ્ટિને ભેદવિજ્ઞાન હોતું નથી તેથી તે કૃષ, શૂલાદિ દેહધર્મોને આત્માના ધર્મ માને છે. અને આવી વિપરીત માન્યતા સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ છે. તે કર્મજ ભાવોથી રહિત એવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૯ મિથ્યાષ્ટિની માન્યતા
हउँ गोरउ हउँ सामलउ हउँ जि विभिण्णउ वण्णु। हउँ तणु-अंगउँ थूलु हउँ एहउँ मूढउ मण्णु।।८०।। अहं गौर: अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वंगः स्थूलः अहं एतं मूढं मन्यस्व।। ८० ।। હું ગોરો હું શ્યામ કે હું જ વિવિધ રૂપવાન;
હું સ્કૂલ કૃષ-શરીર હું, કહે મૂઢ તે માન. ૮૦
હું ગોરો છું, હું કાળો છું, હું જ અનેક વર્ણવાળો છું, હું પાતળો છું, હું જાડો છું, એમ મિથ્યાત્વમાં જીવ પોતાને માને છે, હું જીવ, તે મિથ્યાદષ્ટિ છે, એમ તું જાણ.
જે જીવ, નિશ્ચયનયથી આત્માથી ભિન્ન, કર્મજન્ય તથા સર્વથા હેયભૂત એવા ગૌર શૂલાદિ ભાવોને; સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય વીતરાગ નિત્ય આનંદ એક સ્વભાવવાળા શુદ્ધ જીવમાં જોડ છે તે વિષય-કષાયને આધીન થવાથી પોતાના શુદ્ધ આત્માની અનુભૂતિથી પતિત થતો મૂઢાત્મા-એટલે મિથ્યાષ્ટિ થાય છે. ૮૦
हउँ वरु बंभणु वइसु हउँ हउँ खत्तिउ हउँ सेसु। पुरिसु णउंसउ इत्थि हउँ मण्णइ मूढु विसेसु।।८।। अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः। पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम्।। ८१।। હું વર બ્રાહ્મણ, વૈશ્ય હું, હું ક્ષત્રિય, હું શેષ;
પુરુષ નપુંસક નારી હું માને મૂઢ વિશેષ. ૮૧ મિથ્યાદષ્ટિ જીવ પોતાને આ પ્રમાણે વિશેષ માને છે કે હું ઉત્તમ બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું ક્ષત્રિય છું, હું શૂદ્ર છું, હું પુરુષ છું હું સ્ત્રી છું, અને નપુંસક છું, આવી રીતે શરીરના ધર્મોને અજ્ઞાની આત્મારૂપ માને છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com