________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૦
देहस्य उद्भवः जरामरणं देहस्य वर्णः विचित्रः । देहस्य रोगान् विजानीहि त्वं देहस्य लिंगं विचित्रम्।।७० ।। જન્મ મ૨ણ ગણ દેહનાં, વિવિધ વર્ણ પણ દેહ; વ્યાધિ ગણ તું દેહને, વિવિધ લિંગ પણ દેહ. ૭૦
હે શિષ્ય, દેહને જન્મ જરા તથા મરણ છે, દેહને અનેક પ્રકારના શ્વેતાદિ વા બ્રાહ્મણાદિ વર્ણ છે, દેહને રોગ છે. અને દેહને અનેક પ્રકારનાં સ્ત્રીપુરુષાદિ વા યતિ આદિ લિંગ છે એમ તું જાણ.
શુદ્ધાત્માની સભ્યશ્રદ્ધાન જ્ઞાન તથા આચરણરૂપ અભેદ રત્નત્રયની ભાવનાથી પ્રતિકૂળ એવા રાગદ્વેષ અને મોહ વડે કર્મનો સંચય કરાય છે. કર્મોદયથી જન્મ જરા મરણાદિ થયા કરે છે. તે ધર્મો વ્યવહારનયથી જીવના છે તોપણ નિશ્ચયથી દેહના જ છે એમ જાણવું જોઈએ. જ્યારે આ જીવ દેહની મમતારૂપ વિકલ્પજાળને તજીને સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય વીતરાગ સદા આનંદ એકરૂપે પરિણમે છે ત્યારે પોતાને શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, એમ ભાવાર્થ છે. ૭૦
દેહનાં જન્મ-મરણાદિ જોઈને હું જીવ, તું ભય પામીશ નહિ
देहहँ पेक्खिवि जर-मरणु मा भउ जीव करेहि । जो अजरामरु बंभु परु सो अप्पाणु मुणेहि ।। ७१ ।।
देहस्य दृष्ट्वा जरामरणं मा भं जीव यः अजरामरः ब्रह्मा परः तं आत्मानं
कार्षीः।
मन्यस्व ।। ७१।।
જરા મ૨ણ જીવ, દેહનાં દેખી ભય નહિ આણ; અજરામર ૫૨-બ્રહ્મ જે, તે નિજ આત્મા માન. ૭૧
હે જીવ, દેહનાં જરા મરણ જોઈ ને ભય પામીશ નહિ. જે અજર અમર ૫૨મ-બ્રહ્મ શુદ્ધ સ્વભાવ છે, તેને તું આત્મા જાણ.
જો કે વ્યવહારનયથી જરા મરણ જીવનાં કહેવાય છે, તોપણ શુદ્ધ નિશ્ચયનયથી એ ધર્મો જીવના નથી પણ દેહના છે, એમ જાણી ભય રાખીશ નહિ. મનમાં એમ વિચાર કે અજરઅમર પરમ-બ્રહ્મરૂપ શુદ્ધ સહજાત્મસ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. એ શુદ્ધ સહજાત્મા જ સર્વમાં શ્રેષ્ઠ છે. ૭૧
આ શરીરની ગમે તે અવસ્થા થાય તોપણ તું તારા સ્વરૂપનો વિચાર કર
छिज्जउ भिज्जउ जाउ खउ जोइय एहु सरीरु । अप्पा भावहि णिम्मलउ जिं पावहि भव-तीरु ।। ७२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com