________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ઉત્પત્તિ-વ્યય યુક્ત પણ, ઉત્પત્તિ-વ્યય હીન;
દેહે દીઠો જિનવરે, તે પરમાતમ ચીન. ૪૩
વ્યવહારનયથી જોકે ઉત્પાદ-વ્યય સહિત છે તોપણ દ્રવ્યાર્થિકનયથી જે ઉત્પાદ-વ્યયથી રહિત છે, તથા જિનવરોએ જેને દેહમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ.
જે આત્મા પર્યાયાર્થિક નયથી ઉત્પાદ-વ્યય (ઉત્પત્તિ તથા નાશ) થી પરિણમેલો છે પરંતુ દ્રવ્યાર્થિકનયથી તે બન્નેથી રહિત છે અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે શ્રી જિનવરોએ જેને શરીરમાં જોયો છે તેને તું પરમાત્મા જાણ, તથા વીતરાગ પરમ સમાધિના બળથી તેનો અનુભવ કર. કૃષ્ણ, નીલ, કાપોતરૂપ વિભાવ પરિણામથી રહિત એવા શુદ્ધાત્માની પ્રાસિરૂપ ધ્યાન દ્વારા શ્રી જિનોએ જે પરમાત્માને શરીરમાં જોયો છે તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂતછે. ૪૩ આત્માને લીધે ઈન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે છે
देहि वसंतँ जेण पर इंद्रिय-गामु वसेइ। उव्वसु होइ गएण फुडु सो परमप्पु हवेइ।।४४।। देहे वसता येन परं इन्द्रियग्रामः वसति। उद्वसो भवति गतेन स्फुटं स परमात्मा भवति।। ४४।। દેહે જે વસતાં વસે, ઈન્દ્રિય -ગ્રામ સમસ્ત;
જે જાતાં ઉજ્જડ બને, તે પરમાત્મ પ્રશસ્ત. ૪૪ દેહમાં જેના રહેવાથી ઈન્દ્રિયરૂપી ગામ વસે છે–એટલે ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે તથા દેહમાંથી જેના ચાલ્યા જવાથી ઈન્દ્રિયરૂપી ગ્રામ ઉજ્જડ થઈ જાય છે અર્થાત્ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તતી નથી, તે પરમાત્મા છે એમ તું જાણ.
આત્માના અસ્તિત્વને લીધે ઈન્દ્રિયો સ્વ સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. તેના અભાવમાં કોઈ ઈન્દ્રિય કંઈ પણ કાર્ય કરી શકતી નથી. તેથી નિશ્ચયનયથી પોતાનામાં રહેલો આત્મા જ પરમાત્મા છે. અતીન્દ્રિય સુખમાં લીન થયેલા મહાત્માઓને તે પરમાત્માનું ધ્યાન મુક્તિનું કારણ થાય છે અને તે ધ્યાન અતીન્દ્રિય સુખનું સાધક હોવાથી સર્વ પ્રકારે પ્રાણિમાત્રને ઉપાદેય છે. ૪૪ આત્મા વિષયોને જાણે છે પણ વિષયો તેને જાણતા નથી
जो णिय-करणहिं पंचहिं वि पंच वि विसय मुणेइ। मुणिउ ण पंचहिं पंचहिं वि सो परमप्पु हवेइ।। ४५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com