________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
કોઈ કહે જીવ સર્વગત, વળી કહે જડ કોઈ;
કોઈ દેસમ જીવ કહે, શૂન્ય કહે વળી કોઈ. ૫૦
કેટલાક દર્શનવાળા જીવને સર્વગત (સર્વવ્યાપક) કહે છે, કેટલાક જીવને જડ કહે છે, કોઈ જીવને શૂન્ય કહે છે અને કોઈ જીવને દેહપ્રમાણ કહે છે.
નૈયાયિક, મીમાંસક તથા વેદાંત દર્શનવાળા આત્માને સર્વવ્યાપક માને છે, સાંખ્યદર્શનના અનુયાયીઓ આત્માને જડ માને છે; જૈનદર્શનીઓ દેહ પ્રમાણ માને છે અને બૌદ્ધો આત્માને શૂન્ય માને છે. આ પ્રમાણે આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે, આત્મા કેવો છે? અને કેવો નથી એમ શિષ્ય ચાર પ્રશ્ન કરે છે. ૫૦
નય અપેક્ષાએ ચારે પ્રશ્નોનો ઉત્તર આપે છે
अप्पा जोइय सव्व-गउ अप्पा जडु वि वियाणि। अप्पा-देह-पमाणु मुणि अप्पा सुण्णु वियाणि।। ५१।। आत्मा योगिन् सर्वगतः आत्मा जडोऽपि विजानीहि। आत्मानं देह-प्रमाणं मन्यस्व आत्मानं शून्यं विजानीहि।। ५१ ।। યોગિન્ ! આત્મા સર્વગત, આત્મા જડ પણ જાણ; આત્મા દેહ-પ્રમાણ ગણ, શૂન્ય વળી તે જાણ. ૫૧
હે યોગી, આત્મા સર્વગત છે, આત્મા જડ છે; આત્મા દેહ-પ્રમાણ પણ છે અને આત્મા શૂન્ય પણ છે એમ તું જાણ.
હે પ્રભાકર ભટ્ટ, નય અપેક્ષાએ આત્મા સર્વગત છે, જડ પણ છે, દેહ-પ્રમાણ પણ છે તથા શૂન્ય પણ છે, એમાં કોઈ દોષ નથી. પ૧ હવે આત્માનું સર્વગતપણું જણાવે છે
अप्पा कम्म-विवज्जियउ केवल-णाणे जेण। लोयालोउ वि मुणइ जिय सव्वगु वुच्चइ तेण।। ५२।। आत्मा कर्मविवर्जितः केवलज्ञानेन येन। लोकालोकमपि मनुते जीव सर्वगः उच्यते तेन।। ५२ ।। કર્મ વિવર્જિત આતમા, કેવલજ્ઞાન પ્રતાપે;
જાણે લોકાલોક તો, કહ્યો સર્વગત આપ. પર કર્મરહિત શુદ્ધ આત્મા કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે. તેથી હે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com