________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭
એક પ્રદેશ ન એવો, લખ ચોરાસીમાંય; પામ્યા વિણ જિન વચનને, જીવ જ્યાં ડૂલ્યો ન હોય. ૬પ-૧
આ જગતમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં-ચોરાસી લાખયોનિમાં, જિનવચનને નહિ પામવાથી, આ જીવે ભ્રમણ કર્યું ન હોય ? એટલે કે સમસ્ત લોકમાં આ જીવે પરિભ્રમણ કર્યું છે.
અનંતકાળના પરિભ્રમણમાં જીવને જિનવચનની પ્રાપ્તિ થઈ નથી અને કદાચ થઈ હશે તો જીવને જેવી જોઈએ તેવી શ્રદ્ધા નહિ આવી હોય તેથી ચોરાસી લાખ યોનિમય લોકમાં નિરંતર પરિભ્રમણ થયું છે. મનુષ્યભવ પામીને આત્માએ જિનવચનની પ્રતીતિ કરવી યોગ્ય છે કે જેથી ભવ-ભ્રમણ ટળી જઈ અનંતસુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. માટે એક જિનવચન જ ગ્રહણયોગ્ય છે. ૬૫-૧
કર્મ જ સર્વ કરે છે
अप्पा पंगुह अणुहरइ अप्पु ण जाइ ण एइ। भुवणत्तयहँ वि मज्झि जिय विहि आणइ विहि णेइ।। ६६ ।। आत्मा पङ्गो: अनुहरति आत्मा न याति न आयाति। भुवनत्रयस्व अपि मध्ये जीव विधिः आनयति विधि नयति।। ६६ ।। હે જીવ, આત્મા પંગુસમ, સ્વયં ન આવે જાય;
ત્રણે ભુવન મધ્યે વિધિ, લાવે ને લઈ જાય. ૬૬
હે જીવ, આ આત્મા પાંગળાની સમાન પોતે કયાંય જતો આવતો નથી; ત્રણે લોકમાં આ જીવને કર્મ જ લઈ જાય છે તથા કર્મ જ લઈ આવે છે.
આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અનંતવીર્યને ધારણ કરવાવાળો છે તથા શુભ-અશુભ કર્મબંધનથી રહિત છે. તોપણ વ્યવહારનયથી શુભાશુભભાવ કરીને અનેક પ્રકારનાં કર્મ ઉપાર્જન કરે છે તેથી આત્માને સંસારમાં રખડવું પડે છે. જેમ કેદી પોતે ક્યાંય જતો આવતો નથી પણ ચોકીદાર જ તેને લઈ જાય છે તથા લાવે છે, પોતે તો પાંગળાની સમાન છે. તેમ કર્મને કારણે આત્મા ચારે ગતિમાં ભમે છે. માટે શુભાશુભ ભાવોને ત્યાગીને આત્મામાં સ્થિરતા કરવી ઘટે છે. ૬૬
ભેદ-અભેદ રત્નત્રયને કહે છે
अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जि ण होइ। परु जि कयाइ वि अप्पु णवि णियमें पभणहिं जोइ।।६७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com