________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આ આત્મા વિષય તથા કષાયમાં પ્રવર્તે છે; તેથી રાગી દ્રષી અને મોહી થાય છે અને તે સમયે જે કર્મવર્ગણાયોગ્ય પુદ્ગલ સ્કંધો આવે છે તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપે પરિણમે છે. જેમ તેલથી ચિકાશવાળા શરીરમાં ધૂળ લાગીને મેલરૂપે પરિણમે છે, તેમ રાગી દ્રષી અને મોહી જીવોને વિષય-કષાયયુક્ત દશામાં પુદગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. જે આત્મા વિષય કષાયના સમયે કર્મોને ઉપાર્જન કરે છે તે જ જ્યારે વીતરાગ સમાધિના બળે કર્મનો ક્ષય કરે છે ત્યારે આરાધવા યોગ્ય થાય છે. દર
ગતિ આદિ સર્વ કર્મજન્ય છેपंच वि इंदिय अण्णु मणु अण्णु वि सयल-विभाव। जीवहँ कम्महँ जणिय जिय अण्णु वि चउगइ-ताव।।६३।। पंचापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः। जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः।। ६३ ।। અન્ય પાંચ ઇન્દ્રિય, મન, અન્ય વિભાવ સમસ્ત; કર્મજન્ય ગણ અન્ય, જીવ, વળી સૌ ચૌગતિ કષ્ટ. ૬૩
પાંચેય ઇન્દ્રિયો આત્માથી ભિન્ન છે, મન પણ ભિન્ન છે, સકલ વિભાવ એટલે રાગદ્વેષાદિ પરિણામ પણ ભિન્ન છે તથા ચારે ગતિનાં દુઃખ પણ આ આત્માથી ભિન્ન છે. હું જીવ, ઉપરોક્ત સર્વ ભાવો જીવોને કર્મના ઉદયથી થાય છે.
અતીન્દ્રિય શુદ્ધાત્માથી પાંચ ઇન્દ્રિયો જુદી છે, કારણ કે આત્મા અને ઇન્દ્રિયોમાં સ્વભાવભેદ છે. શુદ્ધાત્મા સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પ વિકલ્પથી રહિત છે અને મને સંકલ્પ વિકલ્પવાળું છે તથા શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન એવા રાગ-દ્વેષ મોહાદિરૂપ સર્વ વિભાવ પણ આ શુદ્ધાત્માથી ભિન્ન છે. વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતથી પ્રતિકૂળ એવા જીવને જે ચાર ગતિનાં દુઃખ છે તે પણ આત્માથી જુદા છે. ઉપર કહેલા સર્વ ભાવો આ આત્માથી ભિન્ન છે. માટે એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૬૩
સાંસારિક સુખદુ:ખ કર્મજન્ય
दुक्खु वि सुक्खु वि बहु-विहउ जीवहँ कम्म जणेइ। अप्पा देक्खइ मुणइ पर णिच्छउ एउँ भणेइ।।६४।। दुःखमपि सुखमपि बहविधं जीवानां कर्म जनयति आत्मा पश्यति मनुते परं निश्चयः एवं भणति।। ६४।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com