________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯ વૃદ્ધિ થાય છે. તેની હાનિ-વૃદ્ધિથી આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. સિદ્ધ અવસ્થામાં નામકર્મ નથી. તેથી શરીરના અભાવમાં પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી, સદા એકસરખા રહે છે. જે શરીરથી આત્મા મુક્ત થયો છે તેથી કંઈક ન્યૂન તે શરીરના આકારે ત્યાં રહે છે. ૫૪
આત્મા શૂન્ય પણ છે
अट्ठ वि कम्मइँ बहुविहहँ णवणव दोस वि जेण। सुद्धहँ एक्कु वि अत्थि णवि सुण्णु वि वुच्चइ तेण।।५५ ।। अष्टावपि कर्माणि बहविधानि नवनव दोषा अपि येन। शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन।। ५५ ।। આઠ કર્મ બહુવિધ વળી, દોષ અઢાર ગણાય; ન એક પણ શુદ્ધાત્મને, તેથી શૂન્ય કહાય. ૫૫
અનેક ભદવાળાં કર્મો તથા અઢાર પ્રકારના દોષોમાંથી એક પણ દોષ શુદ્ધાત્મામાં નથી તેથી તે શૂન્ય પણ કહેવાય છે.
શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મામાં જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ નથી, સુધાદિ દોષોના કારણભૂત કર્મોનો નાશ થવાથી ક્ષુધાદિ અઢાર દોષો નથી. પરમાત્મામાં સત્તા, ચૈતન્ય જ્ઞાન, આનંદાદિ શુદ્ધ પ્રાણો છે પણ ઇન્દ્રિય આદિ અશુદ્ધ પ્રાણ નથી. સંસારી જીવોને શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે શુદ્ધપણું છે, એટલે રાગાદિ ભાવોની શૂન્યતા છે તથા પરમાત્મા પ્રગટપણે સર્વ રાગાદિ ભાવોથી રહિત છે. માટે વિભાવ ભાવના અભાવની અપેક્ષાએ શૂન્યપણું છે. જ્ઞાનાદિ ગુણોથી તેઓ પૂર્ણ જ છે. બૌદ્ધમતની સમાન શૂન્ય નથી.
પંચાસ્તિકાયમાં કહ્યું છે કે :
जेसिं जीवसहावो, णत्थि अभावो य सव्वहा तत्थ।
ते होति भिण्णदेहा, सिद्धा वचिगोयरमदीदा।। સિદ્ધાત્માઓનો જીવસ્વભાવ સ્થિર છે પણ સ્વભાવનો સર્વથા અભાવ નથી, તે સિદ્ધ પરમાત્મા દેહથી રહિત છે અને વચનથી અગોચર છે અર્થાત્ જેના સ્વભાવને વચન વ્યક્ત કરી શકતાં નથી.
અત્રે મિથ્યાત્વ રાગાદિભાવથી રહિત તથા એક ચિદાનંદ સ્વભાવવાળો પરમાત્મા જ ઉપાદેય છે. ૫૫ દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ કહે છે
अप्पा जणियउ केण ण वि अप्पें जणिउ ण कोइ। दव्य-सहावें णिच्चु मुणि पज्जउ विणसइ होइ।।५६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com