________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૧
જે ગુણ અને પર્યાય સહિત છે તેને તું દ્રવ્ય જાણ. જે સદાય દ્રવ્યની સાથે રહે છે તે ગુણ છે અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે, એમ કહ્યું છે.
તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે—“ મુળપર્યયવત્ દ્રવ્યમ્” અર્થાત્ દ્રવ્ય ગુણ પર્યાયવાળું છે. ગુણ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. “સમુવો મુળા: મમુવ: પર્યાયા:” દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે તથા દ્રવ્યમાં ક્રમેક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે. આ એક સામાન્ય લક્ષણ છે. “ અન્વયયિનો મુળા: વ્યતિરેળિ: પર્યાયા:” આનો અર્થ પણ ઉપરોક્ત છે. ગુણ દ્રવ્યના સહભાવી છે એટલે નિત્ય છે અને પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે બીજા સમયમાં હોતી નથી માટે પર્યાય ક્રમવર્તી કહેવાય છે. જીવમાં જ્ઞાનાદિ તથા પુદ્દગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણ છે. તે સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારે છે. જીવના સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાય છે અને કેવલજ્ઞાનાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. આ પર્યાય જીવના અસાધારણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ અને અગુરુલઘુત્વાદિ સ્વભાવ ગુણ સર્વદ્રવ્યોમાં હોય છે. અગુરુલઘુગુણ નું પરિણમન પદ્ગુણી હાનિ-વૃદ્ધિરૂપ છે. આ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યોમાં છે. સંસારી જીવોને મતિજ્ઞાનાદિ વિભાવ ગુણ અને નર નારકાદિ વિભાવ પર્યાય હોય છે. ૫૨માણુ પુદ્દગલ દ્રવ્ય છે. તે પરમાણુનું પરમાણુરૂપે રહેવું તથા વર્ણથી વર્ષાંતર થવારૂપ સ્વભાવ પર્યાય છે. તે પરમાણુમાં વર્ણાદિ સ્વભાવ ગુણ છે. એક પરમાણુમાં જ્યારે બેત્રણ બીજા પરમાણુઓ મળે છે ત્યારે તે સ્કંધરૂપે પરિણમે છે. તે સમયે તેને વિભાવ દ્રવ્યયંજન પર્યાય કહેવામાં આવે છે. તે એક પુદ્દગલ પરમાણુમાં વર્ણ ઇત્યાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. અને સ્કંધોમાં જે વર્ણ ઇત્યાદિ છે તે વિભાવ ગુણ પર્યાય છે. ધર્મ, અધર્મ, આકાશ તથા કાલમાં સ્વભાવ ગુણ પર્યાય છે કારણ કે આ દ્રવ્યો વિભાવરૂપે પરિણમતાં નથી. આકાશને જ ઘટાકાશ મઠાકાશ કહેવામાં આવે છે તે ઉપચાર માત્ર છે. અત્રે તો શુદ્ધ ગુણ પર્યાય સહિત શુદ્ધ જીવ જ ઉપાદેય છે. ૫૭
જીવના વિશેષપણે ગુણપર્યાય કહે છે
अप्पा बुज्झहि दव्वु तुहुँ गुण पुणु दंसणु णाणु । पज्जय चउ-गइ भाव तणु कम्म- विणिम्मिय जाणु ।। ५८ ।। आत्मानं बुध्यस्व द्रव्यं त्वं गुणौ पुनः दर्शनं ज्ञानम्। पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहि ।। ५८ ।। આત્મા દ્રવ્ય, ગણો, ગુણો દર્શન જ્ઞાન સદાય; દેહ ચતુર્ગતિ ભાવ ગણ, કર્મજન્ય પર્યાય. ૫૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com