________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૨
હે શિષ્ય, તું આત્માને દ્રવ્ય જાણ અને જ્ઞાનદર્શનને તેના ગુણ જાણ. ચારગતિના ભાવ તથા શરીરને કર્મજનિત વિભાવ પર્યાય જાણ.
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળો આત્મા દ્રવ્ય છે. સવિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ દર્શન આત્માના ગુણ છે. વિશેષપણે જાણવું તે સવિકલ્પ અને સામાન્યપણે જાણવું તે દર્શન-નિર્વિકલ્પ કહેવાય છે, તે જ્ઞાન આઠ પ્રકારે છે. તેમાં કેવલજ્ઞાન સમ્પૂર્ણ અખંડ તથા શુદ્ધ છે. બાકીના સાત પ્રકારના જ્ઞાન ખંડિત તથા ક્ષયોપશમની અપેક્ષાએ અશુદ્ધ પણ છે. સાત જ્ઞાનમાંથી મતિ આદિ ચાર સભ્યજ્ઞાન છે તથા મિથ્યાત્વને લીધે કુમતિ આદિ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચાર દર્શનોમાં કેવલદર્શન શુદ્ધ સંપૂર્ણ તથા અખંડ છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન અસંપૂર્ણ તથા અશુદ્ધ છે.
ગુણ ત્રણ પ્રકારના હોય છે–સાધારણ, અસાધારણ તથા સાધારણઅસાધારણ. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વાદિ ગુણ સાધારણ ગુણ કહેવાય છે. કારણ કે આ ગુણો પ્રત્યેક દ્રવ્યમાં હોય છે. જ્ઞાન, સુખ ઇત્યાદિ સ્વજાતિમાં સાધારણ-એટલે જીવદ્રવ્યની અપેક્ષાએ સાધારણ, પણ જીવ સિવાય અન્ય દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે. જ્ઞાન સુખ આદિ ગુણો જીવનાં મુખ્ય લક્ષણ છે. અમૂર્તત્વ પુદ્દગલ દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે અને આકાશાદિની અપેક્ષાએ સાધારણ છે. પ્રદેશત્વ કાલદ્રવ્ય તથા પુદ્દગલ પરમાણુ પ્રત્યે અસાધારણ છે અને બીજા પ્રત્યે સાધારણ છે. ૫૮
જીવ કર્મોનો અનાદિ સંબંધ છે એમ કહે છે–
तेण ।
जीवहँ कम्मु अणाइ जिय जणियउ कम्मु ण कम् जीउ वि जणिउ णवि दो हिं वि आइ ण जेण ।। ५९ ।। जीवानां कर्माणि अनादीनि जीव जनितं कर्म न तेन । कर्मणा जीवोऽपि जनितः नैव द्वयोरपि आदिः न येन ।। ५९ ।।
જીવને કર્મ અનાદિનાં તેથી ન જીવજનિત, કર્મજનિત નહિ જીવ પણ, બન્ને આદિ રહિત. ૫૯
હે આત્મા, જીવોને અનાદિકાલથી કર્મ છે-અર્થાત્ જીવ અને કર્મનો અનાદિકાલનો સંબંધ છે. જ્ઞાનાવરણાદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલાં નથી તથા કર્મ વડે જીવ પણ ઉત્પન્ન કરાયો નથી. કેમકે જીવ અને કર્મની આદિ નથી, બન્ને અનાદિનાં છે.
વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજવૃક્ષની સમાન અનાદિકાલનો સંબંધ છે. અર્થાત્ બીજરૂપ કર્મોને લીધે જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતાં નવાં કર્મ ઉપાર્જન કરે છે, આ પ્રમાણે જન્મપરંપરા ચાલ્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com