________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ यः निजकरणैः पंचभिरपि पञ्चापि विषयान् जानाति। ज्ञातः न पञ्चभिः पञ्चभिरपि स परमात्मा भवति।। ४५ ।। જે નિજ પંચેન્દ્રિય થકી, પંચ વિષયનો જાણ; પણ ઈન્દ્રિયથી જ્ઞાત ના, તે પરમાત્મ પિછાણ. ૪૫
જે આત્મા પોતાની પાંચે ઈન્દ્રિયો વડે રૂપાદિ પાંચે ઈન્દ્રિયના વિષયોને ગ્રહણ કરે છે –એટલે વિષયોને જાણે છે, પણ પોતે જે પાંચ ઈન્દ્રિય તથા તેના વિષય-રૂપ, રસ, ગંધ, આદિ વડે જણાતો નથી, તે પરમાત્મા છે.
આ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિ કાલના બંધને લીધે અસદભૂત વ્યવહારનયથી ઈન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતે પદાર્થોને ગ્રહણ કરવામાં અસમર્થ થયો હોવાથી પાંચ ઈન્દ્રિયોથી ઈન્દ્રિય સંબંધી વિષયોને જાણે છે-ઈન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે, પણ તે આત્મા પાંચ ઈન્દ્રિયો તથા તેના વિષયોથી જણાતો નથી તે પરમાત્મા છે. પરમાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિનો વિષય છે, પણ ઈન્દ્રિયોનો વિષય નથી.૪૫ આત્માને પરમાર્થથી બંધમોક્ષ પણ નથી
जसु परमत्थें बंधु णवि जोइय वि संसारु। सो परमप्पउ जाणि तुहुँ मणि मल्लिवि ववहारु।। ४६ ।। यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः। तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम्।। ४६ ।। યોગિન, જેને નિશ્ચયે, નહીં બંધ સંસાર;
તે પરમાત્મા જાણ તું, મનથી તજી વ્યવહાર. ૪૬ હે યોગી, નિશ્ચયનયથી જે આત્માને જ્ઞાનાવરણાદિરૂપ કર્મનો સંબંધ નથી તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવરૂપ સંસાર પણ નથી તે આત્માને તું સંસારનાં કાર્યોનો ત્યાગ કરીને વીતરાગ સમાધિમાં સ્થિત થઈને જાણ અર્થાત્ ચિંતન કર.
ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ પરમાત્માને આગમમાં કહેલો પાંચ પ્રકારનો સંસાર નથી તથા તેના કારણભૂત પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ પણ નથી, કારણ કે બંધ આત્માના ગુણોને રોધનાર છે અને પરમાત્મા તો નિરાવરણ છે. જગતવ્યવહાર છોડીને ધ્યાનમાં એકાગ્ર થઈ તે શુદ્ધ પરમાત્માને જાણ. અહીં અનાકુળતા લક્ષણવાળા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષસુખના સાધક હોવાથી પરમાત્મા જ ઉપાદેય છે. ૪૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com